કેપ્ટન સભરવાલે ફ્યુલ સ્વીચ બંધ કરી દેતા અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈ
વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો અહેવાલ: કોકપીટ રેકોર્ડિંગમાં બોઈંગ ઉડાવી રહેલા કો-પાઈલટ ક્લાઈવ સુંદરે પ્રશ્ન પુછયો ત્યારે ગભરાયેલા અને કેપ્ટન સભરવાલ શાંત હોવાનો દાવો
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (ઠજઉં) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.
વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપીટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યુઅલ સ્વીચને કટઓફ કેમ કરી?’ પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા. તેમને 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાઇલટ ક્લાઈવ કુંદરને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો.
વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને જણાવ્યું છે. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.
5 દિવસ પહેલા ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી અગાઉ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક પછઞગથ થી CUTOFF સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.
જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યુઅલ સ્વીચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યુઅલ સ્વીચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
અમે બધા બોઇંગ 787 ચેક કરી લીધા છે, ફ્યુલ કંટ્રોલ સ્વીચમાં કોઇ ખામી નથી: એર ઇન્ડિયા
એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 વિમાનના કાફલા પર ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS) લોકીંગ મિકેનિઝમનું સાવચેતી નિરીક્ષણ પૂર્ણ કર્યું છે અને તેમાં કોઈ સમસ્યા જોવા મળી નથી, એમ એક એરલાઇન અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. સપ્તાહના અંતે, અમારી એન્જિનિયરિંગ ટીમે અમારા બધા બોઇંગ 787 વિમાન પર ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS) ના લોકીંગ મિકેનિઝમ પર સાવચેતી નિરીક્ષણ શરૂૂ કર્યું છે. નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને કોઈ સમસ્યા મળી નથી.અધિકારીએ એર ઇન્ડિયાના પાઇલટ્સ સાથે શેર કરાયેલા આંતરિક સંદેશને ટાંકીને જણાવ્યું હતું.