જૂનાગઢ તોડકાંડમાં PI ગોહિલ અને ASI જાનીને હાથો બનાવ્યાનો ખુલાસો
જૂનાગઢ તાજેતરમાં રાજ્યના સમગ્ર પોશોસબેડામાં ખળભળાટ મચાવી દેનાર તોડકાંડ ગાજ્યુ છે આ તોડકાંડની તપાસ હાલ એટીએસ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ મામલે અનેક નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે જેમાં જૂનાગઢના ઐસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની અને માણાવદર સસ્પેન્ડ સીપીઆઈ તરલ ભટ્ટ સામે બી-ડીવીઝનમાં ગુન્હો દાખલ થયા બાદ સમગ્ર તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી છે તપાસ દરમિયાન આ મામલે વધુ ખુલાસા સામે આવ્યા છે. આ તોડકાંડ મામલે માણાવદરના સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટ એ પીઆઈ અરવિદ ગોહિલ અને એએસઆઇ દિપક જાનીને હાથો બનાવ્યા હોવા અંગેનો રિપોર્ટ તૈયાર કરી રાજ્યના ગૃહ વિભાગમાં રજુ કર્યો છે. તેવા અહેવાલો આધારભૂત સુત્રો મારફત મળી રહ્યા છે. ત્યારે પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીની આ મામલે કોઇ -ભૂમિકા નાહી હીવા અંગે કોર્ટમાં પણ રિપોર્ટ રજૂ કરાશે.
જુનાગઢ તોડદંડ મામલે સસ્પેન્ડેડ પીઆઇ એએસઆઈ,અને સીપીઆઈ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ગંભીરતાને વ્યાને લઈ આ મામલે સમગ્ર તપાસ એટીએસને સોપવામાં આવી હતી.
જો કે, આ અંગે એટીએસ દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી આ બહુ ચર્ચિત તોડકાંડમાં એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ તરલ ભટ્ટની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવાયા હતા ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો અને ત્યાર બાદ વધુ તપાસ માટે એક દિવસના રિમાન્ડ મેળવાયા હતા ત્યારે આ કેસમાં એટીએસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે. તેનો રિપોર્ટ રાજ્યના ગ્રુહ વિભાગમાં રજુ કર્યો છે તેમાં તે વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, આ તોડકાંડમાં પીઆઈ એએમ ગોહિલ અને એએસસાઈ જાનીની કોઈ ભૂમિકા ન હતી. આ બન્નેને તરલ ભટ્ટ એ હાથો બનાવ્યાનું સામે આવી રહ્યું છે. જેના લીધે આ કેસમાં તાજના સાક્ષી બનાવી દેવાયા હોવાનું જણાઈ રહ્યુ છે. જયારે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમગ્ર તોડકાંડનો માસ્ટર માઈન્ડ સસ્પેન્ડેડ સીપીઆઇ તરલ ભટ્ટ હોવાનો રિપોર્ટ એટીએસ એ રાજ્યના ગ્રુહ વિભાગ ને રજૂ કર્યો છે. સમગ્ર તોડકાંડ મામલે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી તે પહેલા જ પીઆઇ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને એટીએમએ ઉઠાવી લીધા હતા અને બન્ને પાસેથી તોડકાંની રજેરજની તમામ વિગતો એકઠી કરી લેવામાં આવી હતી. અને ત્યાર બાદ 164 મુજબ નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીને તાજના સાક્ષી બની જવાનું કહેવામાં આવ્યું હતું જો કે, તે બન્ને તાજના સાક્ષી બન્યા બાદ એટીએસ દ્વારા તરલ ભટ્ટને ઝડપી લેવામાં આવ્યો હતો.
જયારે તોડકાંડમાં એટીએસએ વધુ ખુલાસા સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવા માટે તપાસનો દૌર તેજગતીથી વધારી દિધો છે. જેમાં અન્ય પોલીસ કર્મચારી, અધિકારી, બુકીઓ, તેમજ આંગડીયા પેઢીના માલીકો, સહિત સહ આરોપીઓના પરિવારના સભ્યોના નિવેદનો લઈને 50 જેટલા લોકોની જીણવટભરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે હજુ એટીએસ દ્વારા આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા હાથ ધરાશે તેવુ જાણવા મળી રહ્યું છે.