જેતપુર ફનફેર દુર્ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપતો ડિઝાસ્ટર વિભાગ
05:06 PM Oct 27, 2025 IST
|
admin
Advertisement
રાજકોટ જિલ્લાના જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં શુક્રવારની રાત્રિના સમયે સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. મેળામાં ‘બ્રેક ડાન્સ’ નામની રાઈડ અચાનક તૂટી પડી હતી, જેના કારણે એક દંપતીને ઈજાગ્રસ્ત થયા હતા.
Advertisement
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સ્ટેટ કંટ્રોલ રૂૂમ દ્વારા રાજકોટ ડિઝાસ્ટર વિભાગની ટીમ પાસેથી આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ (રિપોર્ટ) મંગાવવામાં આવ્યો હતો.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટ ડિઝાસ્ટર વિભાગની ટીમે જેતપુરમાં બનેલી ઘટનાની સ્થળ તપાસ, રાઈડની ટેક્નિકલ ખામી અને સુરક્ષાનાં પાસાંઓની વિગતો એકત્રિત કરી હતી. આ વિગતવાર રિપોર્ટ ગઈકાલે (રવિવારે) ડિઝાસ્ટર વિભાગ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂૂમને સોંપી દેવામાં આવ્યો છે.
Next Article
Advertisement