રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશે

05:12 PM Jan 10, 2025 IST | Bhumika
Advertisement

ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગજનો ઘરે બેઠા પાસ મેળવી શકે તે માટે દિવ્યાંગજન કાર્ડ એપ શરૂૂ કરવામાં આવી છે. દિવ્યાંગોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે, મુખ્યાલય (ડીઆરએમ ઓફિસ) આવવાની જરૂૂર નથી.

Advertisement

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ માહિતી આપી હતી કે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં દિવ્યાંગો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ ગયી છે.ટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગો માટે આ રાહતના સમાચાર છે. ભારતીય રેલ્વેએ દિવ્યાંગો માટે ક્ધસેશન સર્ટિફિકેટ બનાવવા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે, જે દિવ્યાંગોને ક્ધસેશન સર્ટિફિકેટ મેળવવામાં મદદરૂૂપ થશે. આ કાર્ડ મેળવવા માટે, એપમાં જરૂૂરી વિગતો ભરો, જેમાં આઈડી પ્રૂફ, મોબાઈલ સાથે લિંક કરેલ આધાર કાર્ડ, સિવિલ સર્જન તરફથી અપંગતા પ્રમાણપત્ર, રહેણાંક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ રેલ્વે ક્ધસેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશન કાર્ડ કાર્ડની એક નકલ સબમિટ કરવાની રહેશે. ડીઆરએમ ઓફિસના અધિકારીઓ ફોર્મનું નિરીક્ષણ કરશે. દિવ્યાંગજન એપનો ઉપયોગ કરીને, વ્યક્તિ પોતાના મોબાઇલ પર ઇ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પોર્ટલની મદદથી, દિવ્યાંગ લોકો તેમના ઘરેથી ક્ધસેશનલ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકશે. હવે તેમને આ કામ માટે રેલવેના ડીઆરએમ ઓફિસ કાર્યાલયમાં આવવાની જરૂૂર રહેશે નહીં.

દિવ્યાંગજનોએ સૌપ્રથમ રેલવે વેબસાઇટ divyangjanid. indianrail.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, રેલ્વે ટિકિટ રાહત નું પ્રમાણપત્ર ફક્ત ઓનલાઈન જ જારી કરશે. દિવ્યાંગ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવા માટે મેડિકલ કાર્ડની નકલ પણ અપલોડ કરવાની રહેશે. આ સિસ્ટમને સરળ બનાવવા માટે, દિવ્યાંગ લોકો ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ www.swavlambancard. gov.in પર અરજી કરીને પણ તેમનું મેડિકલ કાર્ડ મેળવી શકે છે. અરજદારે તમામ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે. ક્ધસેશન સર્ટિફિકેટ પર ઉલ્લેખિત ડોક્ટરનું નામ, નોંધણી નંબર અને દિવ્યાંગતાની પ્રકૃતિ પણ લખવી જરૂૂરી રહેશે.

 

Tags :
guajratgujarat newsrajkottrain
Advertisement
Next Article
Advertisement