For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સદરમાં જર્જરિત ગોડાઉન ધરાશાયી : જાનહાની ટળી

04:28 PM Mar 22, 2024 IST | Bhumika
સદરમાં જર્જરિત ગોડાઉન ધરાશાયી   જાનહાની ટળી
  • જર્જરિત મિલકતોની યાદીમાં હોવા છતાં માલિક દ્વારા તેનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યુ, તંત્ર ઘોર નિદ્રામાં

Advertisement

મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ત્રી-મોનસોન કામગીરી અંતગર્ત જર્જરિત મકાનો વિરોધ ઝૂંબેશ હાથ ધરી નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધરાતી હોય છે. આજની તારીખ 400થી વધુ જર્જરિત મિલ્કતો હોવાનો મનપાના ચોપડે બોલી રહ્યુ છે. એક વખત નોટીસ આપ્યા બાદ આખુ વર્ષ આ પ્રકારની મિલ્કતો સામે જોવાની પણ તસદી તંત્ર લેતુ નથી પરિણામે મકાન મલીકની લાપરવાહી ન કારણે અનેક દુર્ઘટનાઓ ઘટી રહી છે. જેમાં ગઇ કાલે સદર બજારમાં આવેલ ભારત ફ્રુટનુ જર્જરિત ગોડાઉન ધડાકાભેર તુડી પડ્યુ હતુ. દુર્ઘટના સમયે મજુર તેમજ મલીક હાજર ન હોવાથી સદ્નસીબે જાનહાની ટળી હતી અને આ ઘટનાની જાણ ગોડાઉન માલીક દ્વારા ફાયરવિભાગને કરવામાં ન આવતા આ મામલો ત્યાંજ દબાઇ ગયો હતો. પરંતુ દુર્ઘટના સમયે જો લોકોની અવર-જવર આ જગ્યાથી થતી હોત અથવા ફ્રુડના ગોડાઉનમાં મજુરો કામ કરતા હોત તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ઉભી થતા પરંતુ સાંજના સમયે ગોડાઉન તોડી પડતા આ બનાવનુ ફીંડલુ વાળી દેવામા આવ્યુ હતુ અને મહાનગરપાલિકાના બાંધકામ અને ફાયરવિભાગને ગંદ પણ આવી ન હતી.

રાજકોટમાં અનેક વર્ષો જુના બાંધકામો આવેલા છે જે મરવાના વાંકે જીવી રહ્યા છે. ત્યારે શહેરના સદર બજારમાં વોકળા પાસે આવેલ ફ્રુટ ગોડાઉનનું 45 વર્ષ જૂનું બાંધકામ સમી સાંજે ધડાકાભેર તૂટી પડતા અફરા તફરી મચી ગઇ હતી જો કે સાંજના સમયે અહિંયા કોઇ હાજર નહી હોવાથી કોઇ જાનહાની ટળી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સદર બજારમાં આવેલ ભારત ફ્રુટ નામના ફ્રુટના ગોડાઉનનુ આશરે 45 વર્ષ જુનૂં બાંધકામ હોય જર્જરિત થઇ ગયેલો બાંધકામનો અંદરનો હિસ્સો સાંજે ધડાકાભેર તૂટી પડતા દોડદામ મચી ગઇ હતી આ ગોડાઉનમાં મોટા ટ્રક મારફત ફળોનો સંગ્રહ કરવામા આવતો હતો જયારે ટ્રકમાં ફળ આવે ત્યારે ખાલી કરવા માટે મોટી સંખ્યામાં લોકો કામ કરતા હોય છે. પરંતુ આ જર્જરિત દીવાલ સહિતનો કાટમાળ પડયો ત્યારે અહીં કોઇ કામ ન કરતું હોવાથી સદનશીબે મોટી જાનહાની થતા સહેજમાં અટકી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement