રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઘરેલુ હિંસા મામલે ડિજિટલ પુરાવો ટેક્નોલોજીના યુગમાં માન્ય: હાઇકોર્ટ

12:24 PM Aug 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ટ્રાયલ કોર્ટે પુરાવા માન્ય નહીં રાખતા હાઇકોર્ટમાં કરેલી રિટમાં જસ્ટિસ ગીતા ગોપીએ કરેલો હુકમ

ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફ્તે ઠરાવ્યું છે કે, લગ્નજીવનની તકરારમાં સીડીમાં રેકોર્ડ કરાયેલ કોમ્યુનિકેશન ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળની પ્રોસીડીંગ્સમાં પુરાવા તરીકે હિસ્સો બની શકે.પત્નીએ પતિ દ્વારા અપાયેલ ધમકી અને અત્યાચાર અંગેની બાબત સીડીમાં રેકોર્ડ કરી તે પુરાવો ડોમેસ્ટીક વાયોલન્સ હેઠળના કેસમાં માન્ય રાખવાનો ટ્રાયલ કોર્ટે ઇન્કાર કર્યો હતો.જેની સામે પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી હતી.

જે ગ્રાહ્ય રાખી જસ્ટિસ ગીતા ગોપીએ ટ્રાયલ કોર્ટના બંને હુકમો રદ કરી આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, વોઇસ સેમ્પલ આપવા માટે હુકમ કરવાની જયુડીશીયલ મેજિસ્ટ્રેટને સત્તા છે. ગુનાની તપાસના કામે તે જરૂૂરી છે. લગ્ન જીવનની તકરારના કેસમાં ઇન્ડિયન એવીડેન્સ એકટની જોગવાઇ મુજબ પતિ કે પત્ની કોઇપણ તેમની વિરૂૂધ્ધના કોમ્યુનિકેશન્સ ઉજાગર નહી કરવા માટેનો દાવો કરી શકે નહી. પતિ કે પત્ની તેમની વિરૂૂદ્ધમાં દાખલ થયેલી પ્રોસીડીંગ્સમાં કોમ્યુનિકેશનનો આવો પુરાવો ઉજાગર નહી કરવા વિશેષાધિકારનો દાવો કરી શકે નહી.

અરજદાર પત્ની તરફ્થી એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, લગ્નજીવન દરમ્યાન પત્ની પર ક્રૂરતા કે અત્યાચાર થયો હોય તે બાબત પતિ-પત્ની વચ્ચેની ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળની કાનૂની પ્રક્રિયામાં ટ્રાયલ વખતે સાબિત કરવાની હોય છે. સાસરિયામાં જયારે મહિલા પર આવો કોઇ અત્યાચાર થાય તો તેને ટેકા કે સમર્થનમાં કોઇ હોતુ નથી અને તેથી આ પ્રકારના ત્રાસ કે ટોર્ચરની બાબત સાંયોગિક પુરાવાના અભાવે સાબિત થઇ શકતી નથી. ત્યારે આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં જયારે કોઇ ઇલેક્ટ્રોનીક ડિવાઇસમાં આવી કોઇ બાબત રેકોર્ડ કરાઇ હોય ત્યારે તે પ્રોસીડીંગ્સ વખતે ટ્રાયલ દરમ્યાન પુરાવા તરીકે ધ્યાને લેવાવી જોઇએ અને તેને આંક પણ પડાવો જોઇએ. ખુદ એવીડેન્સ એકટમાં પણ આ અંગેની જોગવાઇ છે.

પરંતુ તેમછતાં પ્રસ્તુત કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે પત્ની તરફ્થી પતિના અવાજ અને ત્રાસ અંગેની બાબત રેકોર્ડ કરાયેલી સીડીનો રજૂ કરાયેલો પુરાવો ધ્યાનમાં લેવાનો સાફ્ ઇન્કારકરી દીધો હતો. એટલું જ નહી, ટ્રાયલ કોર્ટ દ્વારા આ મહ્ત્વનો પુરાવો ધ્યાનમાં લીધા વિના કે તેને આંક પાડયા વિના જ કેસની પ્રોસીડીંગ્સ શરૂ કરી હતી. પત્નીએ સીડીમાં જે અવાજ છે તે ઓળખી બતાવ્યો છે અને ટ્રાયલ કોર્ટને કલમ-128 હેઠળ તેની રીતે સત્ય શોધવાની સત્તા છે, તેમછતાં કોર્ટે સીડીનો આ પુરાવો ધ્યાને લીધો નથી. હાઇકોર્ટે મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટના હુકમો રદ કરી ઉપરમુજબ ચુકાદો જાહેર કર્યો હતો.

Tags :
Digital evidencedomestic violence casegujaratgujarat high courgujarat news
Advertisement
Next Article
Advertisement