For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એસ.ટી ડેપોમાં સપ્લાય થતા ટેન્કરમાંથી ડીઝલચોરીનું કૌભાંડ પકડાયું

05:43 PM Jul 22, 2025 IST | Bhumika
એસ ટી ડેપોમાં સપ્લાય થતા ટેન્કરમાંથી ડીઝલચોરીનું કૌભાંડ પકડાયું

એસ.ટીના નિયામક જે.બી. કરોતરાની સુચનાથી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું, ડ્રાઇવરને પકડી પોલીસને સોંપ્યો

Advertisement

સુરેન્દ્રનગર ડેપોમાં લઇ જવાને બદલે ડ્રાઇવર ટેન્કર મોચીનગરમાં લઇ ગયો અને અન્ય બીજા છ માણસોને બોલાવી ચોરી કરી

રાજકોટ શહેરના એસટી ડેપો ખાતે લાવવામાં આવતા ડીઝલ ટેન્કરની તપાસ માટે ખાસ અધિકારીઓ નીમાયેલા છે ત્યારે જામનગર રોડ ખાતે આવેલ આઈ. ઓ. સી.એલના રાજકોટ ટર્મીનલ ખાતેથી એક ડીઝલ ટેન્કર સુરેન્દ્રનગર જવાનું હોવાની માહિતી મળતા એસટી ડેપોના અધિકારીઓ વોચમાં હતા ત્યારે આ ટેન્કર સુરેન્દ્રનગર તરફ જવાને બદલે મોચીનગર પહોંચ્યું હતું અને ત્યાંથી ડ્રાઇવર અને તેની સાથેના છ માણસોએ આ ટેન્કરનું સીલ તોડી તેમાંથી 100 લીટર થી 150 લીટર જેટલું ડીઝલ ચોરી કરી લીધું હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ,એસ.ટી. કોલોની ક્લાસ-2 કવાટર્સ એસ.ટી. વર્ક શોપની બાજુમા રહેતા સંજયભાઇ બાલક્રુષ્ણભાઇ લખતરીયા(ઉ.વ.38)એ ટેન્કરના ચાલક પોપટ પરામાં રહેતા અબ્બાસ કાસમ બુરબાન અને તેની સાથેના અજાણ્યા 6 શખ્સો વિરુદ્ધ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે. સંજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમા રાજકોટ વિભાગ ખાતે તકેદારી શાખામાં વિભાગીય તકેદારી સુરક્ષા અધીકારી તરીકે મારી નોકરી કરું છું.અમારા રાજકોટ વિભાગના વિભાગીય નિયામક જે.બી.કરોતરાની સુચનાથી વિભાગના તમામ ડેપો ખાતે લાવવામાં આવતાં ડિઝલ ટેન્કરની ખાનગી રાહે વોચ રાખી ચકાસવાનું જણાવેલ હતું.જે અંગેની માહિતી અમારા ભંડાર અધિકારી દ્રારા મેળવીને અમોને માહિતી આપવામાં આવતી હોય છે.

જેથી આજ રોજ અમોને જાણવા મેળલ કે અમારા વિભાગના કાર્યક્ષેત્રમાં આવતાં સુરેન્દ્રનગર ડેપો ખાતે 20 કે.એલ. ભરેલું ડિઝલ ટેન્કર જવાનું છે જે ટેન્કરના જે આઈ. ઓ. સી. એલ માંથી એલોકેશન થયેલ જેથી અમારા તાબા નીચેના સ્ટાફને સાથે રાખીને રાજકોટ જામનગર રોડ ખાતે આવેલ આઈ.ઓ.સી.એલના રાજકોટ ટર્મીનલ ખાતે સવારના વોચ રાખેલ હતાં.તે દરમ્યાન ભંડાર અધિકારી દ્રારા આપવામાં આવેલ ટેન્કર આઈ.ઓ.સી.એલના ટર્મીનલ ખાતેથી બહાર નીકળેલ હતું.જેથી અમારા સ્ટાફને સાથે રાખીને ટેન્કરની પાછળ અમારો સ્ટાફ કાર સાથે ગયો ત્યારે જોવા મળેલ હતું કે આ ટેન્કર સુરેન્દ્રનગર ખાતે ન જતાં મોચીનગર ખાતે આવેલ સોસાયટી નંબર 01 માં ગયું હતું.

દુરથી વોચ રાખતાં ટેન્કરના ડ્રાઈવર દ્રારા આ સોસાયટીમાં એક ઘરની પાસે ટેન્કર ઉભું રાખીને તેમના માણસો બોલાવી ડ્રાઈવર અબ્બાસ દ્રારા આ ટેન્કરનું સીલ તોડીને તેમાંથી અંદાજીત 100 થી 150 લીટર જેટલું ડિઝલ બેરલમાં ભરેલ હશે.જે બનાવ બાદ અમે અમારા ભંડાર અધિકારી એ.એચ.ગૌસ્વામી,વિભાગીય નિયામક જે.બી. કરોતરાને જાણ કરતાં તેઓ તેમની સાથે વિભાગીય યાંત્રિક ઇજનેર એન.સી.સોનીને રૂૂબરૂૂ સ્થળ મુલાકાતે આવેલ અને જિલ્લા પુરવઠા ઈન્સપેકટર મિલનભાઇ દેસાઇને સાથે લાવેલ ત્યારે બનાવના સ્થળ પર નજીકથી રૂૂબરૂૂ જોતાં અન્ય માણસો ત્યાંથી નાસી ગયા હતા.બાદ જે મકાન પાસે આ ટેન્કર રાખેલ હતું ત્યાં આવેલ રૂૂમમાં આ ટેન્કરમાંથી કાઢવામાં આવેલ અંદાજે 100 થી 150 લીટરનો મુદ્દામાલ તેમજ ખાલી બેરલો જોવા મળ્યા હતા.જેથી આ મામલે 100 નમ્બર પર કોલ કરી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફોટા માટે પોલીસની અને એસટીની એકબીજા પર ખો!
એસટી વિભાગનાં સુરક્ષા શાખાનાં અધીકારી અને સ્ટાફ દ્વારા ડીઝલ ચોરીનુ કૌભાંડ ઝડપી લેવામા આવ્યુ છે આ ડીઝલ ચોરીનાં કૌભાંડમા ડ્રાઇવર અબાસને પકડી પોલીસને સોપવામા આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનાં ફોટા જાહેર કરવામા એસટીનાં ફરીયાદી અને સ્ટાફ દ્વારા ના પાડી દીધી હતી. અને એસટીનાં સ્ટાફે પોલીસ પાસેથી ફોટા લઇ લેવા જણાવ્યુ હતુ. જયારે બીજી બાજુ પોલીસ સ્ટાફ દ્વારા ડીઝલ ચોરીનાં ફોટા એસટી વીભાગનાં અધીકારીઓ પાસેથી લઇ લેવાનુ કહયુ હતુ આમ બંને વિભાગ દ્વારા એકબીજા પર ફોટા જાહેર કરવામા ખો નાખી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement