સિટી બસનું લીવર ડ્રાઇવરે દબાવી દીધું કે ચોંટી ગયું?
04:19 PM Apr 17, 2025 IST
|
Bhumika
Advertisement
ટ્રાફિક સિગ્નલ ખુલ્યાની છઠ્ઠી સેક્ધડે જ બસની સ્પીડ અચાનક વધી ગઇ અને વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દીધો, બસની અંદરના CCTV જાહેર
Advertisement
રાજકોટના ઈન્દિરા સર્કલે ગઇકાલે સવારે ચાર લોકોના ભોગ બનાર સિટી બસની અંદરના સીસીટીવી ફુુટેજ જાહેર થયા છે. આ સીસીટીવીમાં જોઇ શકાય છે કે, ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે છઠ્ઠી સેક્ધડે જ બસની સ્પીડ અચાનક વધી જાય છે અને આગળ જઇ રહેલા વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દયે છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે, ડ્રાઇવરે ભૂલથી બસનું લીવર દબાવી દીધું હતું કે, લીવર ચોટી ગયું હતું? સિટી બસના ડ્રાઇવરોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આ બસનું લીવર ચોટી જતુ હોવાની ફરીયાદ ખુદ ડ્રાઇવરે કરી હતી.
Next Article
Advertisement