રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેળાના મેદાન મુદ્દે એક્ટિવિસ્ટે તંત્ર સાથે સેટીંગ કર્યું કે શું?

12:06 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પ્રદર્શન મેદાન પરના લોકમેળા વિરુદ્ધ અદાલતમાં દાવો દાખલ કર્યા બાદ, વાહિયાત કારણો આપીને દાવો પરત ખેંચી લેનાર અરજદાર મુદ્દે નગરમાં જાત-જાતની ચર્ચાઓ..: લોકમેળા મામલે અદાલતનો પણ સમય વેડફાયો..!

જામનગરનો શ્રાવણી લોકમેળો માત્ર એક જ વ્યક્તિને કારણે શહેરમાં તથા સમગ્ર હાલારમાં દિવસોથી ચર્ચાઓનું કેન્દ્ર બની ગયા પછી, આ વ્યક્તિએ અદાલતમાં દાખલ કરેલો દાવો વાહિયાત કારણો આગળ ધરીને દાવો પાછો ખેંચી લેતાં આ અરજદાર અંગે શહેરમાં જાતજાતની ચર્ચાઓ ઉઠી છે અને ઘણાં લોકો તો આપસી વાતચીતમાં આ અરજદારનો ભૂતકાળ પણ ’દાગી’ હોવાનું કહી રહ્યા છે અને આ ભૂતકાળને ખોતરી તેની પરતો ઉખેળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકાએ પ્રદર્શન મેદાન પર લોકમેળાનું આયોજન કર્યું. તે દરમિયાન ( જે પોતાને આરટીઆઈ કાર્યકર્તા લેખાવે છે, જો કે લોકમુખે એમની ઓળખ સાવ અલગ રીતે ચર્ચાઓમાં છે) આ નાગરિકે લીગલ નોટિસના માધ્યમથી એવો વાંધો ઉઠાવેલો કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ ધ્યાન પર લઈ પ્રદર્શન મેદાન પર લોકમેળો યોજવાને બદલે મહાનગરપાલિકાએ શહેરની બહાર કોઈ સલામત અને વિશાળ સ્થળ પર મેળો આયોજિત કરવો જોઈએ.
આ લીગલ નોટિસને સાઈડ પર રાખી મહાનગરપાલિકાએ પોતાની રીતે આ લોકમેળો આયોજિત કરવા ટેન્ડર સહિતની પ્રક્રિયાઓ આટોપી લીધી અને ધંધાર્થીઓએ પ્રદર્શન મેદાન પર મેળો ગોઠવી પણ લીધો. તે દરમિયાન આ અરજદારે પ્રદર્શન મેદાન પર મેળો ન જ યોજાવો જોઈએ એવી માંગ સાથે, મેળા વિરુદ્ધ વચગાળાનો મનાઈહુકમ આપવાની પણ માંગ કરી અને એ મતલબનો જામનગરની અદાલતમાં દાવો દાખલ કરેલો.

એ દરમિયાન મહાનગર પાલિકાએ આ અરજદારનો દાવો રદ્દ કરવાની માંગ સાથે અદાલતમાં અરજી આપી હતી, જો કે એ અરજી અદાલતે ફગાવી દીધી હતી. આથી દાવો આગળ ચાલવા માટેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી, તે દરમિયાન કયાંક, કંઈક બની ગયું. અદાલતમાં મહાનગરપાલિકા અને લોકમેળા વિરુદ્ધ દાવો દાખલ કરનાર આ અરજદાર પાણીમાં બેસી ગયા. મહાનગરપાલિકા વિરુદ્ધ કાનૂની જંગ લડવાના સ્વરૂૂપમાં આ અરજદારે ખેંચેલી ’તલવાર’ રહસ્યમય કારણોસર મ્યાન કરી દીધી. મહાનગરપાલિકા વિરુદ્ધ અદાલતમાં દાખલ કરેલો દાવો બિનશરતી રીતે, કશો જ ઉહાપોહ કર્યા વિના ’રાતોરાત’ પાછો ખેંચી લીધો.

આ અરજદારની આ પ્રકારની હરકતોને કારણે લોકમેળા મુદ્દે આખું જામનગર ઘણાં દિવસોથી ચકડોળે ચડેલું. આ અરજદારે રહસ્યમય તરીકાથી અથવા લોકોમાં ચાલતી ચર્ચાઓ અનુસાર, કોઈ ’સમજૂતી’ના ભાગરૂૂપે પોતાનો દાવો અદાલત સમક્ષ પાછો ખેંચી લેતાં, સરવાળે જૂઓ તો અદાલતનો કિંમતી સમય પણ વેડફાયો. અને, અદાલતી પ્રક્રિયાઓ અંગે લોકોમાં જે જાતજાતની વાતો થતી હોય છે, તેમાં આ એક વધુ વાતનો ઉમેરો થયો.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, લોકમુખે ચર્ચાઓ એવી છે કે, અદાલતમાં આ દાવો દાખલ કરનાર અને રહસ્યમય રીતે પરત ખેંચનાર અરજદારનો ’ભૂતકાળ’ અને તેની હરકતો સાફ અથવા સરળ નથી. એવી પણ ચર્ચાઓ છે કે, આ અરજદારને ઘણાં બધાં જાણકારો ’સારી રીતે ઓળખે’ છે. ભૂતકાળમાં અસંખ્ય વખત આ અરજદાર વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. નગરમાં મોઢા એટલી વાતો થઈ રહી છે. ઘણાં લોકો તો ચર્ચાઓમાં આ અરજદારનો ’લક્ષ્મી-દાસ’ તરીકે પણ ઉલ્લેખ કરે છે. ( અહીં પ્રશ્ન એ થાય કે, મેળા વિરુદ્ધના દાવામાં પણ સેટીંગ શક્ય હોય છે ?! મહાનગરપાલિકામાં આવું પણ ચાલતું હોય છે ?! લોકોને આવા પ્રશ્નો સાથે અચરજ થઈ રહ્યું છે)
આધારભૂત સૂત્ર એમ પણ જણાવે છે કે, આરટીઆઈ અરજીઓ કરવી આ અરજદારનો ’ધંધો’ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં એક સરકારી વિભાગના અધિકારીને ’દબાવવા’ થયેલી આરટીઆઈ અરજી બાદ એ અધિકારીએ વળતો ઘા પણ કરેલો અને આ અરજદારને જેતે સમયે ધોળે દિવસે તારા પણ દેખાઈ ગયેલા, આ વિવાદ લાંબો સમય ચાલ્યો હતો. આ ઉપરાંત પણ લાલબંગલા સર્કલ સહિતના સંવેદનશીલ સરનામાઓ પર, આ અરજદાર સંબંધે ઘણી ચર્ચાઓ અન્ય સામાન્ય અને રૂૂટિન દિવસો દરમિયાન સંભળાતી રહેતી હોય છે. આ અરજદારને કોઈ ’પીઠબળ’ પૂરૂૂં પાડી રહ્યું છે અને આ અરજદાર આ પ્રકારની ’શતરંજ’ માં માહિર હોવાની પણ ચર્ચાઓ છે.

ઈન શોર્ટ, જામનગર મહાનગરપાલિકાના મેળા વિરુદ્ધની અદાલતી કાર્યવાહીઓનો અંત આવતાં હવે આગામી 24-48 કલાકમાં પ્રદર્શન મેદાન ખાતે આ શ્રાવણી લોકમેળાનું વિધિવત્ ઉદઘાટન થઈ જશે, એમ પણ વર્તુળો જણાવે છે. લાખો નગરજનો ઉપરાંત લાખો હાલારીઓ મેળો માણવા થનગની રહ્યા છે.

Tags :
fairgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement