તળાજા નજીક આખી ટ્રક કોઇ ફેંકી ગયું?
ભાવનગર જીલ્લા નાતળાજા પંથકમાં છેલા કેટલાક સમય થી અજીબો ગરીબ ઘટનાઓ ઘટી રહી છે.જેનો કોયડો ઉકેલવો મુશ્કેલ હોય છે.આવીજ વધુ એક ઘટના આજે બનવા પામી છે તળાજા નજીક થી પસાર થતા નેશનલ હાઇવે પર થી શેત્રુંજી નદીમા એક ટ્રક પડેલો લોકોને જોવા મળ્યો હતો.જે રીતે ટ્રક પડ્યો હતો એ જોતાં કોઈ નાખી ગયું છે અથવા તો નીચે લઈ જઈ ને સુવરાવી દેવામાં આવ્યો હોવાના તર્ક અહીં થતા હતા.દિવસ દરમિયાન પોલીસ દફતરે પણ ટ્રક માલિક અને કઈ રીતે આ ઘટના બની તેની કોઈજ વિગત ઉપલબ્ધ હતી નહિ!.
શેત્રુંજી નદીપર ના પુલ ઉપર નેશનલ હાઇવે ની બંને તરફ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.રાહદારીઓ શેત્રુંજીનદીમાં ઉંધા પડેલ ટ્રક ને જોઈ અનેક તર્ક અને સવાલ કરતા જોવા મળ્યા હતા.જે નંબર પ્લેટ વંચાતી હતી તે મુજબ ટ્રક નં.જીજે 23 એટી 7743 શક્તિ ટ્રાન્સપોર્ટ હતું.
પુલ ઉપર થી ટ્રક પસાર થતો હોય અને નીચે પડ્યો હોય તો રક્ષણ કરતી દીવાલ ઘસાય,તૂટે તેવું કશું જોવા મળ્યું ન હતું.નાની પાળી ને પણ કોઈજ જાતનું નુકસાન ન હતું.આશરે પચાસેક ફૂટ નદી મા ટ્રક પહોંચ્યો કઈ રીતે તેના બાબતે વાત એવી થતી હતીકે કોઈએ વીમો પકવવા માટે ક્રેઇન દ્વારા ટ્રક ઊંચકી ને અંદર નાખેલ છે.તો બીજી તરફ ટ્રક ની બાજુમાં વાહન ચાલ્યા ના ટાયર ના નિશાન જોવા મળતા હતા.પલ્ટી મારી ગયેલા ટ્રક ના તમામ ટાયરો નબળી ગુણવત્તા ના હતા. અકસ્માત મા ખપાવવા માટે સીમેન્ટ ની બનેલ એક બેરીકેટ પણ નીચે નાખી દીધેલ જોવા મળતી હતી. આ ટ્રક દેહગામ તરફ નો હોવાનું મંતવ્ય આપતા હતા. ટ્રક બાબતે બનાવના 12 કલાક બાદ તળાજા પોલીસ ને પૂછતાં જાણવા મળ્યું હતુંકે ટ્રક બાબતે કોઈજ વ્યક્તિ અહીં નોંધ કરાવવા આવેલ નથી.