ધારાસભ્ય કિરીટ પટેલે બિનખેતી માટે લાંચ આપી ?, ગૃહમાં ધડાકો
ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે મોટો આરોપ લગાવ્યો છે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ગંભીર આરોપ મુક્યો છે અને જણાવ્યું છે કે પૈસાના વ્યવહારથી સરકારી કામ થાય છે. બિનખેતીની મારી એક ફાઈલમાં 20 ક્વેરી કાઢવામાં આવી હતી. તેમજ જેવો વ્યવહાર કર્યો કે ક્વેરી દૂર થઈ ગઈ હતી. જેમાં આડકતરી રીતે કિરીટ પટેલે વ્યવહાર કર્યાનું ગૃહમાં સ્વીકાર્યું છે.
આરોપ લગાવવા જતાં કોંગ્રેસના ધારાસભ્ય શંકાના ઘેરામાં આવ્યા છે. જેમાં ધારાસભ્યએ આડકતરી રીતે લાંચ આપ્યાનો સ્વીકાર કર્યો છે. કાયદા અનુસાર લાંચ લેવી અને લાંચ આપવી બંને ગુનો છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ લાંચ આપવી પણ ગુનો છે. જેમાં લાંચ આપવાના કેસમાં 1થી 7 વર્ષની સજા, દંડની જોગવાઈ છે.
જો MLA કિરીટ પટેલે લાંચ આપી હોય તો શું ગુનો નોંધાશે? ચૂંટાયેલા જનપ્રતિનિધિએ કરેલા આરોપ અંગે તપાસ થશે? આજે ગૃહમાં કહ્યું કે કાયદો માત્ર પોતાના મળતિયાઓને લાભ કરવા લાવ્યા છે. મહેસૂલ અધિનિયમ લાવ્યા ત્યારે પણ કહ્યું હતું બિનખેતી માટે ભાવ ચાલી રહ્યા છે સરકાર ભ્રષ્ટાચાર અટકાવવા નિષ્ફળ રહી છે. મે NA માટે ભલામણ કરી હતી. જે ખેડૂત હતો તેમને વ્યવહાર કર્યો એટલે ફાઇલ ક્લિયર થઈ જાય છે. વ્યવહાર કર્યા વગર કોઈનું કામ થતું નથી.
-