For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલનો રૂપિયા 9 લાખના સીંગદાણાની છેતરપિંડીનો છ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

12:32 PM Sep 09, 2024 IST | Bhumika
ધ્રોલનો રૂપિયા 9 લાખના સીંગદાણાની છેતરપિંડીનો છ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી છ વર્ષ પહેલાંના રૂૂપિયા નવ લાખ ના સીંગદાણા ની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધો છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.

ધ્રોળ પોલીસ મથકમાં આજથી છ વર્ષ પહેલા રૂૂપિયા 9 લાખ ના સીંગદાણા ની છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી તરીકે ચેતન ઉકાભાઇ દુધાત કે જે સુરત નો વતની છે, અને લાંબા સમયથી નાસ્તો ફરતો રહ્યો છે.

Advertisement

ઉપરોક્ત આરોપી હાલ સુરતમાં એક હીરાના કારખાનામાં સંતાઈને મજૂરી કામ કરે છે, તેવી બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા, અને આરોપી ચેતન ઉકાભાઇ દુધાત ને ઝડપી લીધો છે. જેને જામનગર લઈ આવ્યા પછી ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement