For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી ધ્રોલ પોલીસ

11:44 AM Aug 25, 2025 IST | Bhumika
પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી ધ્રોલ પોલીસ

ધ્રોલ પોલીસની લોકકલ્યાણકારી કામગીરી સામે આવી છે. ધ્રોલ ભૂચરમોરી ખાતે યોજાયેલ લોકમેળામાં ગુમ થયેલ ચાર બાળકોને પોલીસ દ્વારા તેમના માતા-પિતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવાયું હતું. ઉપરાંત એક ગુમ થયેલ મોબાઇલ તથા રોકડ ભરેલું પાકીટ માલિકોને પરત અપાવવામાં આવ્યું હતું.

Advertisement

ધ્રોલ પીઆઈ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ મેળામાં સુચારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં ચાર બાળકો પોતાના માતા-પિતાથી વિખુટા પડી ગયા હતા. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકો પોતાના નામ જણાવતા હતા. પરંતુ માતા-પિતાના નામ કે સરનામાની વિગતો આપી શકતા ન હોવાથી પરિવારને શોધવું મુશ્કેલ બન્યું હતું. તાત્કાલિક તપાસ શરૂૂ કરી, બાળકોના ફોટા અને વિગતો વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવી. બાળકોને સુરક્ષિત રાખી, નાસ્તો-જમવાનું આપી, પોલીસ વાનમાં બેસાડી મેળામાં તેમના માતા-પિતાને શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પોલીસની ત્વરિત કાર્યવાહીની અંતે ચારેય બાળકોને તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

આ ઉપરાંત UHC રાજેશભાઈ કે. મકવાણા અને ઞઙઈ જગદીશભાઈ એચ. જોગરાણા દ્વારા રાજકોટના નટુભાઈ બચુભાઈ ચેખલીયાનો ગુમ થયેલ મોબાઇલ ફોન પરત અપાયો હતો. તેમજ લૈયારા ગામના સુરેશભાઈ અશ્વીનભાઈ દરગાણીનું રૂૂ. 7,500 રોકડ ભરેલું પાકીટ તથા જરૂૂરી ડોક્યુમેન્ટ્સ સાથે શોધી પરત આપવામાં આવ્યું હતું.

Advertisement

આ કામગીરીમાં પીઆઈ એચ.વી. રાઠોડ તેમજ મહિલા કોન્સ્ટેબલ રીનાબેન માટીયા, રીનાબેન લૈયા, સંગીતાબેન બાલસરા, એએસઆઈ ધારાબેન ગાગીયા તેમજ ધ્રોલ પોલીસ સ્ટાફની મહત્વપૂર્ણ કામગીરી રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement