ધોરાજી પોલીસે પોકસોના આરોપીના જામીન રદ કરવા કરેલી અરજી રદ
ધોરાજીનાં સને-2024 નાં વર્ષમાં નોંધાયેલ પોકસો કેસનાં આરોપી વિશાલ ખીમજીભાઈ પરમારનાં જામીન રદ કરવા અરજી દાખલ કરેલ તે જામીન રદ કરવાની અરજી દલીલોનાં અંતે ધોરાજીનાં એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી એ. એમ. શેખે તા:02/05/2025 નાં રોજ રદ કરી ફેંસલ કરેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, સને-2024 માં વિશાલ ખીમજીભાઈ પરમાર નામનાં વ્યકિત સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોકસો તથા ઈપી.કો. કલમ-363,366,376 વિગેરે અન્વયે સગીરા સાથે દુષ્કર્મ કરવા બાબતે ફરીયાદ નોંધાયેલ. જેમાં આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન ઉપર મુક્ત કારયેલ. બાદમાં 2025 માં વિશાલ ખીમજીભાઈ પરમારે ઉપરોકત કેસનાં ભોગ બનનાર ઉપર દબાણ લાવવા ફરીયાદી ભોગ બનનારનાં લગ્ન થયા તે ગામે જઈ પીછો કરી અને તેનાં ઘર પાસેથી વારંવાર મોટર સાયકલ લઈને નિકળતો હોય જેનો ડર ફરીયાદીને લાગતો હોય તેવી ફરીયાદી ધોરાજી પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ ખીમજી પરમાર વિરૂૂધ્ધ ફરીયાદ ભોગ બનનારે આપેલ.
જે ફરીયાદને ટારગેટ બનાવી ધોરાજી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. દ્વારા સને-2024 નાં પોકસો કેસમાં આરોપીને જામીન ઉપર મુકત કરતી વખતે કોર્ટ દ્વારા ફરમાવાયેલ શરતનો ભંગ થતો હોય આરોપીનાં પોકસો કેસનાં જામીન રદ કરવા ધોરાજી સેશન્સ કોર્ટમાં અરજી કરેલી. જે અરજીનો વિરોધ આરોપીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર દ્વારા કરાયેલ અને બન્ને પક્ષોની દલીલ થયા બાદ ધોરાજી સેશન્સ અદાલત સમક્ષ એવુ પ્રસ્થાપિત થયેલ કે આરોપી પક્ષ દ્વારા મોટા ભાગનાં સાહેદોની ઉલટ તપાસ થઈ ગઈ છે અને કહેવાતા પીછો કરવાનાં કેસ પહેલા પોકસો કેસમાં ભોગ બનનાર ફરીયાદીની જુબાની નોંધાઈ ગયેલ છે અને આરોપી પક્ષ તરફથી કોઈ વિલંબ કરવામાં આવતો ના હોય તેમજ ભોગ બનનાર ફરયાદીનાં પિતા પત્રકાર હોય પોલીસ સાથે સારો સંબંધ ધરાવતા હોય તેવું ભોગ બનનાર ફરીયાદીની જુબાની પરથી ફલીત થતું હોય તેમજ પોલીસે અન્ય ન્યાયિક હકુમતમાં આવતી ફરીયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નંબર વાઈઝ નોંધેલ હોય જેથી હાલની અરજીમાં જણાવ્યા પ્રમાણે આરોપીનાં પોકસો કેસનાં જામીન રદ કરવા ઉચીત જણાતું ના હોય ધોરાજીનાં એડીશ્નલ ડિસ્ટ્રકટ એન્ડ સેશન્સ જજ શ્રી એ. એમ. શેખ સાહેબે આરોપીનાં જામીન રદ કરવાની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં સામાવાળા મુળ આરોપી વિશાલ ખીમજીભાઈ પરમાર વતી ધોરાજીનાં એડવોકેટ શ્રી સંજયકુમાર પી. વાઢેર (મો. 9228587999) રોકાયેલ હતા.