For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજી પાલિકાના મહિલા પ્રમુખનું 13 દી’માં રાજીનામું

12:33 PM Mar 19, 2025 IST | Bhumika
ધોરાજી પાલિકાના મહિલા પ્રમુખનું 13 દી’માં રાજીનામું

Advertisement

રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે 13 દિવસમાં જ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે રાજકોટ જિલ્લા કલેકટરને રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો.

Advertisement

વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું છે. પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતા બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા. જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે. સંગીતાબેને પોતે પારિવારીક કારણોસર રાજીનામું આપ્યાનું જણાવ્યું છે.

13 દિવસ પહેલા ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ બનતા સંગીતાબેન બારોટની જીભ લપસી હતી અને તેઓએ પીએમ મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા. સંગીતાબેન બારોટે દેશના પીએમ મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધતા તેનો વીડિયો વાયરલ થયો હતો. જોકે પાસે ઉભેલા લોકએ ભૂલ સુધારી હતી. પરંતુ નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોવા છતા પીએમ અને સીએમના પદ કે નામમાં તેઓ ભરાયા હતા.સંગીતાબેન બારોટનો બીયર તેમજ હુક્કો ફૂંકતો વીડિયોઅગાઉ પણ સંગીતાબેન બારોટના વીડિયો ઘણી વખત વાયરલ થઇ ચૂક્યા છે. ચૂંટણી સમયે સંગીતાબેન બારોટનો બીયર તેમજ હુક્કો ફૂંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement