For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી

12:45 PM Aug 12, 2025 IST | Bhumika
ધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી

ધોરાજી કોર્ટ દ્રારા ચેક રીર્ટનના કેસમાં ફરીયાદ દાખલ કર્યા તારીખ થી ચેકની રકમ રૂૂપિયા 9.50 લાખ ના 9 % ના ચક્રવૃધ્ધી વ્યાજ સાથે ફરીયાદીને વળતર ચુકવવા તથા એક વર્ષની સજા અને આરોપી વળતર ન ભરેતો વધુ છ માસની સજા.

Advertisement

ધોરાજીનાં રહીશ પ્રફુલભાઈ મગનભાઈ પાડલીયા, એ આરોપી ભુરાભાઈ કાળાભાઈ હિંગોરજાને ધંધામાં નાણાકીય જરૂૂરીયાત ઉભી થતા મીત્રતાના સબંધના નાતે રકમ રૂૂા.9,50,000/- અંકે રૂૂપીયા નવ લાખ પચ્ચાસ હજાર પુરા હાથ ઉછીના આપેલા જે રકમની ચુકવણી પેટે આરોપીએ આપેલ રકમ રૂૂપીયા 9.50 લાખનો ચેક બેંકમાં જમા કરાવતા ચેક અપુરતા ભંડોળના કારણે ચેક રીર્ટન થતા ફરીયાદીને તેની લેણી રકમ ચુકતે વસુલ ન મળતા આરોપીને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુ. એકટ કલમ-138 મુજબ નોટીસ આપવા છતાં આરોપીએ ફરીયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે ધોરાજી કોર્ટમાં ધારાશાસ્ત્રી અરવિંદ જી. કાપડીયા મારફત ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ ચાલી જતા ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી , અરવિંદ જી. કાપડિયા દ્રારા ઉચ્ચ અદાલતોનાં સિધ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીનાં મહે. એડિ. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ જજ સાહેબ એસ.ડબ્લ્યુ.વાઘ દ્વારા આરોપીને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુ. એકટ કલમ-138 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકાની રકમ રૂૂપીયા 9.50 લાખનો ફરીયાદને એક માસમાં ફરીયાદ દાખલ કર્યા તારીખથી 9 % ચક્રવૃધ્ધી વ્યાજ સાથે ચુકવવા જો આરોપી ન ચુકવે તો વધુ છ માસ કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષે ધોરાજીનાં ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા તથા વવકલ , જયદિપ ટી. કુબાવત તથા વકિલ , પાર્થ વી. વઘાસીયા રોકાયેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement