જૂનાગઢના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં નિર્દોષ મુક્ત કરતી ધોરાજી કોર્ટ
ધોરાજી શહેરના કેતન પ્લાસ્ટીકના કારખાનેદાર કેતનભાઈ છગનભાઈ બાલધાએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુ. એકટ કલમ-138 મુજબ એવા મતલબની ફરીયાદ ધોરાજી કોર્ટમાં દાખલ કરેલ કે જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કૈલાશ ટ્રેડીંગ પેઢીના માલીક આરોપી પ્રફુલભાઈ મગનભાઈ પાડલીયા ને ધંધામાં નાણાકીય જરૂૂરીયાત ઉભી થતા રકમ રૂૂા.પ લાખ પુરા મીત્રતાના સબંધના નાતે હાથઉછીનાંની માંગણી કરતા ફરીયાદીએ આરોપીને રૂૂા.પ લાખ આર.ટી.જી.એસ.થુ આરોપીની પેઢીમાં તા.20/06/2016 ના રોજ ટ્રાન્સફર કરેલ અને આરોપીએ કહેલ કે જયારે તમોને પૈસાની જરૂૂર પડે ત્યારે કહેજો હું રકમ પરત આપીદઈશ ત્યારબાદ ફરીયાદીને પૈસાની જરૂૂરીયાત પડતા લેણી રકમની ઉધરાણી કરતા આરોપીએ ફરીયાદીની લેણી રકમ પરત આપેલ નહી પરંતુ આરોપીએ ફરીયાદીને તા.10/12/2018 ના રોજ કોઈ લેણી રકમ ચુકવવાની થતી ન હોવા અંગેની ફરીયાદીને નોટીસ મોકલેલ ત્યાર બાદ ફરીયાદી તથા સુધીરભાઈ મગનભાઈ પાડલીયા આરોપીને મળેલા અને સુધીરભાઈની સમજાવટથી આરોપીએ ફરીયાદીના નામ જોગનો રકમ રૂૂા.પ લાખ નો ચેક લખી આપેલો અને ચેક બેંકમાં રજુ કર્યેથી રકમ વસુલ મળી જશે તેવો ફરીયાદીને વિશ્વાસ અને ભરોષો આપેલો.
ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક રીટર્ન થયેલ અને ફરીયાદીને તેની લેણી રકમ વસુલ ન મળતા ફરીયાદીએ વિવકલ મારફત આરોપીને નોટીસ આપેલ અને ફરીયાદીને તેની લેણી રકમ વસુલ ન મળતા ફરીયાદીએ ધોરાજી કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ ચાલી જતા આરોપી તરફે ધોરાજીનાં ધારાશાસ્ત્રી અરવિંદ જી. કાપડીયા એ ફરીયાદીની વિસ્તૃત ઉલટ તપાસ કરેલ તેમજ આરોપીનાં બચાવમાં ઉચ્ચ અદાલતોનાં સિધ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીનાં એડિ. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ, એસ.ડબ્લ્યુ. વાઘ દ્વારા ફરીયાદીની ફરીયાદ પ્રમેચ્યોર હોવાનું માની આરોપીને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુ. એકટ કલમ-138 મુજબનાં ગુન્હામાંથી આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ.આ કેસમાં બચાવ પક્ષે ધોરાજીનાં ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા તથા વકિલ જયદિપ ટી. કુબાવત અને પાર્થ વી. વઘાસીયા રોકાયેલ હતા.
