રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કામદાર યુનિયનના વિવિધ પ્રશ્ર્ને મનપામાં ધરણાં

06:19 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

લઘુતમ વેતન, બોનસ, ઈએસઆઈ કોન્ટ્રાક્ટ પ્રથા અને ભરતી સહિતના મુદ્દે સફાઈ કામદારોની ફરી રજૂઆત

રાજકોટ કામદાર યુનિયન દ્વારા આજે લઘુતમ વેતન, બોનસ, ઈએસઆઈ કોન્ટ્રાક્ટ પ્રથા અને ભરતી સહિતના મુદ્દે સફાઈ કામદારો દ્વારા આજે કોર્પોરેશન કચેરી ખાતે એકઠા થઈ ધરણા યોજી વિવિધ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતના ધરણા આજથી શરૂ કરવામાં આવ્યા છે. અને સફાઈ કામદારોના વિવિધ મુદ્દાઓનું ઝડપથી નિવારણ કરવામાં આવે તેવી ફરી વખત રજૂઆત કરવામાં આવી હતી.

તા.23-07-2024 ના રોજ સફાઈ કામદારોની કાયમી ભરતી કરવા અને તેના વિવિધ મુદ્દાઓને લઈ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેના ઈન્વર્ડ નં.3261 છે અને તા.31-07-2024, જેના ઈન્વર્ડ નં.3509 છે. જે અરજીના માધ્યમથી અમારી વિવિધ માંગણીઓની જાણ કરવામાં આવી હતી છતા અમારી રજુઆતોનો કોઈ યોગ્ય જવાબ ન આવતા અગાઉની અરજીમાં જણાવ્યા મુજબ અમારે મજબુરીવશ અચોકકસ મુદતના ધરણા કરવા અમે મજબુરવશ છીએ. જેમાં સંવિધાનના કાયદાને અનુસરીને શાંતિના માર્ગે અહિંસક તથા કાયદો, વ્યવસ્થા જાળવી અચોકકસ મુદતના ધરણા આજથી શરૂૂ કરવામાં આવે છે. જેની આપને નમ્રતાપુર્વક જાણ કરવામાં આવે છે.

કામદાર યુનિયન દ્વારા વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવામાં આવેલ જેમાં રાજકોટ મ્યુનિ. કોર્પો. ની હદમાં આવેલ પ્રેમ મંદીર પાસે આવેલ પ્લોટમાં પીપીપી યોજના નામે ભ્રષ્ટાચાર કરવા માટે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉખાડી ગુમ કરેલ છે તેની વિજીલન્સ તપાસ કરાવવી, સંપૂર્ણ કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરાવવી, લઘુતમ વેતન, પી.એફ., ઈ.એસ.આઈ. બોનસ જેવા મુદાઓમાં થયેલ કૌભાંડોમાં પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓની તપાસ સમિતિની રચના કરવી અને આ કૌભાંડો અમારા યુનિયન ધ્વારા બહાર પાડવામાં આવેલ છે માટે અમારા યુનિયનના બે પ્રતિનિધિઓને આ તપાસ સમિતિની કમીટીમાં સમાવેશ કરવો, રાજકોટ મ્યુનિ. કોર્પો.માં આવેલા એસ.ઈ.ડબલ્યુ.એસ. ના પ્લોટ કોન્ટ્રાકટમાં કામ કરતા સફાઈ કામદારોને રહેણાંક હેતુ માટે આવાસમાં બનાવી આપવા, અન્ય સમાજના લોકોને આપ્યા હોય તે રીતે અમોને પણ રાજકોટ શહેરની 20 થી 25 સ્થળો ઉપર આર.એમ.સી. ધ્વારા કુડ કોર્ટ માટે સારા વિસ્તારોમાં લીઝથી અથવા પ્લોટ ફાળવવામાં આવે, કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં મેડીકલ સર્ટીફીકેટ રદ કરવું જેથી કોઈપણ સમસ્યા વગર કાયમી સફાઈ કામદારો ગમે ત્યારે રાજીનામુ મુકી શકે, રાજકોટ કામદાર યુનિયનને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોને લગત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઓફીસની ફાળવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsmunicipalitiesrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement