વીરપુરની પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે ધરમના ધક્કા
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જ્યાં સંત શ્રી જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વીરપુર કે જે રાજકોટ જીલ્લાનું મોટું ગામ અને જ્યાં વિસથી બાવીસ હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે,વીરપુર આવેલ પોસ્ટ ઓફીસ ખાતે આધારકાર્ડને લગતી કામગીરીમાં લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે કારણે કે અહીંની આધારકાર્ડને લગતી કામગીરીમાં કોમ્યુટર છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલત માં છે.!
હાલ સરકાર દ્વારા રેશનકાર્ડ ગેસના સીલિન્ડરના કનેક્શન માટે કેવાયસી (કેવાઇસી) કરવું ફરજીયાત કર્યું છે જેમાં લોકોના રેશનકાર્ડમાં પરિવારના જેટલા સભ્યોના નામ હોય તેમને કેવાઇસી કરવું જરૂૂરી છે ત્યારે વીરપુર અને આજુબાજુ પાંચ થી સાત જેટલા ગામોના લોકો (કેવાઇસી) માટે તેમજ નવું આધાર કાર્ડ કે આધાર કાર્ડમાં નામ સુધારો,આધાર કાર્ડ અપડેટ કરવા માટે તંત્ર દ્વારા યાત્રાધામ વિરપુરમાં માત્ર ને માત્ર એક જ પોસ્ટ ઓફિસમાં જ આધાર કાર્ડની કીટ આપવામાં આવી છે અને એ કીટ પણ છેલ્લા ઘણા દિવસો થયા બંધ હાલતમાં છે એટલે કે પોસ્ટ ઓફીસમાં આપેલ આધાર કાર્ડ કામગીરીની કીટ શોભાના ગાંઠિયા સમાન છે જેમને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
અત્યારે સરકાર દ્વારા રેશનકાર્ડમાં તેમજ ગેસ સિલિન્ડર ધરાવતા લોકોને ફરજીયાત ઊંઢઈ માટે જેતપુર કે ગોંડલના ધકા ખાવા મજબૂર બન્યા છે,રેશનકાર્ડમાં ઊંઢઈ માટે આધાર કાર્ડ જેવા જરરી ડોક્યુમેન્ટ સામેલ કરવા પડે છે ત્યારે હાલ વિરપુર પોસ્ટઓફિસે તો આધાર કાર્ડને લગતી કામગીરી કરવામાં જ નથી આવતી જેમને કારણે વીરપુરના ગરીબ લોકોને પોતાના નાના બાળકોને લઈને ફરજીયાત ચોમાસાના વરસાદમાં પણ આધાર કાર્ડ માટે જેતપુર મામલતદાર કચેરીમાં જવું પડે છે પરંતુ ત્યાં પણ આધાર કાર્ડને લગતી કામગીરીમાં મોટું વેઇટિંગ છે તમારો વારો આવશે કે નહીં ! તેવો જવાબ આપી દેવામાં આવે છે ત્યારે યાત્રાધામ વીરપુરના લોકોને આધાર કાર્ડને લગતા કામોમાં ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે પોસ્ટ ઓફીસના ફરજ પરના કર્મચારીઓએ અનેક વખત તંત્રમાં રજુઆત કરવા છતાં પણ છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલતમાં પડેલ આધાર કાર્ડ કીટની હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે લોકના વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર ક્યારે યાત્રાધામ વીરપુરના લોકોની સમસ્યાઓ દૂર કરશે એ પણ એક લોકોમાં ચર્ચાઓ જાગી છે અને વહેલી તકે યાત્રાધામ વિરપુરમાં આધાર કાર્ડને લગતી કામગીરી શરુ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.