રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધનખડની મિમિક્રી: વળતા આક્રમણથી વિપક્ષો બેકફૂટ પર

04:56 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની સસ્પેન્ડેડ સાંસદોએ ગઈકાલે સંસદના ગેટ પર મીમીક્રી કરી એ મામલાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે. વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ તથા રાષ્ટ્રપતિએ આ મામલે બંધાણીપદના અપમાનનો મુદ્દો ઉઠાવતા વિપક્ષો બેકફૂટ પર આવી ગયા છે. ધનખડના સમર્થનમાં આજે રાજ્યસભામાં એનડીએના સાંસદોએ એક કલાક ઉભા રહી વિપક્ષની હરકત સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાથે વાત કરીને સાંત્વના આપી હતી. અને કહ્યું હતું કે, આ નાટ્યાત્મક ઘટના ક્રમ ખુબ જ દુ:ખદાયી છે અને હું પણ છેલ્લા 20 વર્ષથી ઘણાબધા અપમાનો સહન કરતો આવ્યો છું પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિ જેવા ગરીમામય પદ પર રહેલી વ્યક્તિ સાથે સાંસદમાં જ આવો વ્યવહાર થાય તે દૂર્ભાગ્ય પૂર્ણ છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે પણ વડાપ્રધાનને જવાબ આપતા કહ્યું હતું કે, અમુક લોકો આવી હરકતો દ્વારા મને મારા કરતવ્ય પાલન કરવામાં અને સંવિધાનના મુળભૂત સિધ્ધાંતોનું સન્માન કરવા માટે રોકી શકશે નહીં હું સંવિધાનના મુલ્યોનું પાલન કરવા પ્રતિબધ્ધ છું અને મને આ પ્રકારની હરકતોથી કોઈ વિચલીત કરી શકશે નહીં. બીજીબાજુ લોકસભાના અધ્યક્ષ ઓમબીર્લા ધનખડને મળ્યા હતાં. અને બંધારણીય પદની ગરીમાને ઠેર પહોંચાડનારી ઘટના બાબતે દુખ વ્યક્ત કર્યુ હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મુએ પણ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, માનનીય ઉપરાષ્ટ્રપતિનું સંસદ સંકૂલમાં જે રીતે અપમાન થયું તેથી મને પીડા થઈ છે. ચુંટાયેલા પ્રતિનિધિઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પણ તેમની અભિવ્યક્તિ ગરીમા અને સૌજન્યની મર્યાદામાં રહેવી જોઈએ લોકો ઈચ્છે છે કે, આપણી ઉચ્ચ સંસદીય પ્રણાલીનું પાલન થાય.
સરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ મીમીક્રીને લોકસાહિનું કલંક ગણાવ્યું રાહુલ ગાંધીને પણ લપેટમાં લીધા હતાં. વળતા પ્રહારથી બચાવમાં આવી ગયેલા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ખુલ્લાસો કરતા જણાવ્યું હતું કે, મારા મનમાં સભાપતિ માટે સન્માનની ભાવના છે. મારો કોઈને અપમાનીત કરવાનો કે દુખ પહોંચાડવાનો ઈરાદો ન હતો. તેમણે જણાવ્યું કે નકલ કરવી એક કળા છે.
ઉપરાષ્ટ્રપતિ ધનખડે પોતાની મીમીક્રી સામે પ્રત્યાઘાતમાં ખેડુતો અને જાતીનું અપમાન થયાનો મુદ્દો ઉછાળતાં જાટ સમુદાય પણ મેદાનમાં આવ્યો છે. જાટ પંચાયતના નેતાઓએ જણાવ્યું હતું કે, સમુદાય આવુ અપમાન સહન નહીં કરે અને 2024ની ચુંટણીમાં આ વાત ધ્યાનમાં રાખશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ ધનખડે જાતિના અપમાન થયાનો મુદદ્દો ઉઠાવવા સામે વળતો પ્રશ્ર્ન કરી કહ્યું કે હું જો એમ કહું કે મને દલીત હોવાના નાતે બોલવાદેવાતો નથી. સમગ્ર ઘટના સંસદની બહાર બની છે.

Advertisement

પોલીસ ફરિયાદ થતાં કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે

જગદીપ ધનખડ મિમિક્રી કેસ દાખલ: વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા પછી, સંસદ સંકુલમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખરની નકલ કરનાર ઝખઈ સાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે. દિલ્હી પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. અભિષેક ગૌતમ નામના વકીલે ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે સ્વીકારી લીધી છે. તેના આધારે તપાસ પણ શરૂૂ કરવામાં આવી છે. પોતાની ફરિયાદમાં અભિષેકે ઉપરાષ્ટ્રપતિના અપમાનનો દાવો કર્યો છે અને સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. દક્ષિણ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર ચંદન ચૌધરીએ કહ્યું કે કેટલાક વકીલો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે.
તેમને કહેવામાં આવ્યું કે આ મામલો નવી દિલ્હી જિલ્લાનો છે. ફરિયાદ મળી છે અને નવી દિલ્હી જિલ્લા પોલીસને મોકલી દેવામાં આવી છે. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે ફરિયાદ મળી છે અને તેના આધારે વિવિધ તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
backDhankhad's Mimicry: Counterattacks put oppositionfootonThe
Advertisement
Next Article
Advertisement