ધાનેરાના બાળકાભાઈ રબારી મહાકુંભ મેળામાં ગુમ થયા
03:50 PM Jan 30, 2025 IST | Bhumika
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ 2025માં અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે ગુજરાત સહીત સમગ્ર વિશ્વ માંથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા છે આ દરમિયાન બનાસકાંઠાના ધાનેરાના શ્રદ્ધાળુ બાળકાભાઈ રબારી કુંભ મેળામાં ખોવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
Advertisement
ધાનેરાના બાળકાભાઈ રબારી કુંભ મેળામાં ગુમ થતાં ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને વહેલામાં વહેલી તકે તેમને શોધી કાઢવા માટે વિનંતી કરી છે. ધાનેરાના બાળકાભાઈ રબારી વહેલી સવારે સંગમમાં સ્નાન કરવા ગયા બાદ પરિવારથી વિખુટા પડ્યા છે અને બાળકાભાઈ રબારી ગુમ થયા હોવાનો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે.
Advertisement
Advertisement