For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘેડમાં નુકસાનીના સરવેમાં ધાંધિયા, 10 હજાર કરોડના પેકેજની માંગ

05:06 PM Aug 07, 2024 IST | Bhumika
ઘેડમાં નુકસાનીના સરવેમાં ધાંધિયા  10 હજાર કરોડના પેકેજની માંગ
Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, ખેડૂતોએ સયુંકત પ્રેસ કોન્ફરન્સ કરી તારીખ 18 જુલાઈ થી 23 જુલાઈ સુધીમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં થયેલ અતિવૃષ્ટિ ના કારણે થયેલ પાક નુકશાની અને જમીન ધોવાણ બાબતે રાજ્ય સરકાર દ્વારા ગોકળગાય ગતિએ કરવામાં આવતા સર્વે અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, વંથલી, માણાવદર અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના 70-80 ગામો મળીને જે આખો વિસ્તાર ઘેળ પંથક થી ઓળખાય છે જેમાં પહેલા વરસાદના વિરામ બાદ ખેડૂતોએ વાવણી કરી લીધા પછી તરત પડેલા બીજા વરસાદ એટલે કે 2 જુલાઈ થી લઈ આજના દિવસ સુધી લગભગ 1 લાખ હેકટર વિસ્તાર પાણીમાં ગરકાવ છે તેના પ્રાણ પ્રશ્નોને લઈને પ્રેસ વાર્તા આયોજિત કરી હતી.

પાલભાઈ આંબલિયા એ ખેડૂતોને થયેલ નુકશાની અને ઘેડ વિસ્તારમાં વર્તમાનમાં કેવી પરિસ્થિતિ છે તે અંગે બોલતા ચિત્રો રજૂ કરી સરકારશ્રીનું ધ્યાન દોરતા કહ્યું હતું કે પોરબંદર, દ્વારકા અને જુનાગઢમાં પાક નુકશાની અને જમીન ધોવાણના સર્વેના નામે સરકારે માત્ર નાટક જ કરતા હોય તેવું લાગી રહ્યું છે તારીખ 24 જુલાઈથી વરસાદે વિરામ લીધો છે તેને આજે 15 દિવસ પુરા થયા હોવા છતાં હજુ 25% સર્વે પૂરો કરવામાં આવ્યો નથી જ્યારે લગત અધિકારીઓ સાથે વાત કરીએ તો કહે છે કે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હોવાથી હજુ સર્વે થઈ શકે તેમ નથી ત્યારે સવાલ એ છે કે 18 જુલાઈ થી આજની તારીખ સુધી જે જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તો બહુ સપસ્ટ છે કે 20-22 દિવસ પાક પાણીમાં ડૂબેલો હોય એ પાક નિષ્ફળ જ હોય તેનું હવે સર્વે કરવા ખેતરમાં જવાની જરૂૂર ન હોય સરકારે સામેથી ગ્રામ સેવકોને જાણ કરવી જોઈએ કે જ્યાં પાણી ભરાયેલા છે તેવા દરેક વિસ્તારને 100% નિષ્ફળ ગણી સર્વેનું કામ પૂર્ણ જાહેર કરવું જોઈએ અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં, દ્વારકાના રાવલ અને તેની આસપાસના ગામોમાં જે તારાજી સર્જાઈ છે ત્યાં બધા જ ખેતરોમાં 100% પાક નિષ્ફળ જ હોય તેમાં સરકારે પાણી ઉતરે તેની રાહ જોવાના બદલે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ.

Advertisement

આ વર્ષે અતિવૃષ્ટિમાં ખેડૂતોને પાક નુકશાનીની સાથે સાથે જમીન ધોવણનું ખૂબ મોટું નુકસાન થયું છે જેની નુકશાનીનો અંદાજ મુકવામાં કેલ્ક્યુલેટરના આંકળાઓ ગોટે ચડી જાય એવડું મોટું નુકશાન થયું છે ઘેડ વિસ્તારના 64 ગામો સરકારના આંકડાઓ મુજબ સંપર્ક વિહોણા થયા હતા ઘેડ વિસ્તારમાં 150 કરતા વધારે જગ્યાએ નદી ખેડૂતોના ખેતરમાંથી નીકળી હોવાનું સરકારી તંત્ર સ્વીકારી રહ્યું છે રાવલ અને તેની આસપાસના ગામોમાં ત્રણ ત્રણ નદીઓ એક સાથે ખાબકી અને તેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાયા છે ઉપરોક્ત ત્રણ જિલ્લાના આવા ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર ખેડૂતોને જમીન ધોવાણનું અકલ્પનિય નુકશાન થયું છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ જમીન ધોવાણનું સર્વે કરવા હજુ સુધી ન તો કોઈ કૃષિ નિષ્ણાત કે ન કોઈ ઈજનેર આવ્યા છે. આ અતિવૃષ્ટિના કારણે એકલા ઘેડ વિસ્તારમાં જ અંદાજે એક લાખ હેકટરમાં ખૂબ મોટું પાક નુકસાન થયું છે ઘેડ વિસ્તારમાં જ ઓછામાં ઓછા 1500 થી 2000 ખેડૂતોને જમીન ધોવાણ થયું છે આ ઉપરાંત દ્વારકા પોરબંદર અને જૂનાગઢના અન્ય વિસ્તારોમાં જે પાક નુકશાની અને જમીન ધોવાણ થયું એ અલગ છે આમ આ અતિવૃષ્ટિના કારણે અંદાજે એક લાખ કરોડનું નુકશાન ખેડૂતોને થયું છે ત્યારે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે રાજ્ય સરકાર ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂૂપે થયેલ નુકશાનીના 10% વળતર સ્વરૂૂપે આપે તો પણ 10,000 કરોડનું આર્થિક પેકેજ પાક નુકસાની અને જમીન ધોવાણનું આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની અને ખેડૂતોની માંગ છે. આ ઉપરાંત જેતપુર અને તેની આસપાસના ડાઈંગ ઉદ્યોગકારો દ્વારા ઊબેણ નદીમાં જે ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે ખેડૂતોના ઉભા પાક બરબાદ થઈ રહ્યા છે, જમીન બંજર થઈ રહી છે, ઊબેણ નદી કાંઠાના ગામો અને આખા ઘેડ વિસ્તારમાં ચામડીના રોગો ખૂબ વકરી રહ્યા છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહયા છે.

અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે 1) ખેડૂતોને એક લાખ કરોડનું નુકશાની છે તેની સામે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું પેકેજ આપવમાં આવે, 2)જેતપુર ડાઇંગ ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમીકલ યુક્ત કચરો સદંતર બંધ કરવામાં આવે, 3) ઘેડ વિસ્તાર માટે નસ્ત્રઘેડ વિકાસ નિગમસ્ત્રસ્ત્ર બનાવવામાં આવે 4) ચાલુ વર્ષે ઘેડ વિસ્તારમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અન્યથા અમારે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement