રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ પોલીસના યજમાન પદે આજથી ડીજીપી કપ હોકી સ્પર્ધાનો પ્રારંભ

04:50 PM Oct 08, 2024 IST | admin
Advertisement

ચાર દિવસ સુધી નવ પુરુષ અને ચાર મહિલા હોકીની ટીમ વચ્ચે થશે ટક્કર

Advertisement

પોલીસ દળમાં શિસ્ત અને શારીરીક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા આજથી તા 11/10/2024 સુધી દિન-04 માટે રેસકોર્સ મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે ડીજીપી કપ હોકી સ્પર્ધા - 2024નો આજથી પ્રારંભ થયો છે.

જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂૂષોની 09 તથા મહિલાઓની 04 ટીમોએ જીત માટે ટકરાશે. આજે યોજયેલી ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્રર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-0ર જગદીશ બાંગરવા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પુજા યાદવ તેમજ તમામ એસીપી ઉપસ્થિત રહેલ હતા.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા એ પોતાના ઉદબોધનમાં હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોનુ અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂૂ પ્રદર્શન કરી ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવેલ.

ગુજરાત પોલીસમાં શારિરીક ફિટનેસ અને શિસ્ત-ટીમભાવના જળવાઇ રહે તેના માટે પરેડની સાથો સાથ વિવિધ સ્પોર્ટસ ની સ્પર્ધાઓનુ પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ડીજીપી કપ હોકી સ્પર્ધા - 2024નુ આયોજન રાજકોટ શહેર ને સોપવામાં આવેલ છે. જેના ભાગ રૂૂપે આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીફાઇમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટુર્નામેન્ટ ખુલ્લી જાહેર કરેલ.આ કપને સફળ બનાવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, હોકી રાજકોટ, વિગેરે નો સહયોગ મળેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot policestarts from today hosted
Advertisement
Next Article
Advertisement