ડીજીપી કપ 2024: પાવર લીફટીંગમાં રાજકોટના 4 પોલીસમેનને ગોલ્ડ મેડલ
શૂટિંગ અને હોકીમાં પણ મેડલ મળ્યા: પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ત્રણેય ટીમને શુભકામના પાઠવી
રાજ્ય પોલીસવડા દ્વારા પોલીસ જવાનો માટે વિવિધ રમતોનો ડીજીપી કપ 2024નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રથમ વખત પાવરલીફ્ટીંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં રાજકોટ શહેર પોલીસ દળના છ જવાનોએ ટોપ રેન્કમાં સ્થાન મેળવ્યું છે જેમાં ચાર પોલીસમેને ગોલ્ડ અને પીઆઈ સહીત બે જવાનોએ સિલ્વર મેડલ મેળવ્યો હતો સીપીએ તમામને શુભકામના પાઠવી હતી.અમદાવાદ ખાતે યોજાયેલ ડીજીપી કપ-2024 અંતર્ગત પાવરલીફ્ટીંગ સ્પર્ધામાં રાજકોટ પોલીસ દળના પણ 8 જવાનોએ ભાગ લીધો હતો જેમાં એ એસ આઈ કર્મદીપભાઈ વાળા, કોન્સ્ટેબલ અજયભાઈ ડાભી, મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન બારીયા અને માલવિકાબેન વાછાણીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જયારે પીઆઈ એમ. એમ. સરવૈયા અને મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન પ્રતાપભાઈ રાણેવાડિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી રાજકોટ પોલીસનું નામ રોશન કર્યું છે.તેમજ હોકી અને શૂટિંગ સ્પર્ધામાં પણ રાજકોટ શહેર પોલીસે મેડલો પ્રાપ્ત કર્યા હતા.ઉપરોક્ત તમામ વિજેતા ખેલાડીઓને શહેર પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શુભકામના પાઠવી હતી.