For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બુધવારે દેવપોઢી એકાદશી: અમૃતસિદ્ધિયોગ સાથે ચાતુર્માસ અને મોળાકત વ્રતનો પ્રારંભ

04:28 PM Jul 15, 2024 IST | admin
બુધવારે દેવપોઢી એકાદશી  અમૃતસિદ્ધિયોગ સાથે ચાતુર્માસ અને મોળાકત વ્રતનો પ્રારંભ

ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરી પીપળે પાણી રેડવાથી મનોવાંછિત ફળની થશે પ્રાપ્તિ: સાડા ચાર મહિનાઓ સુધી લગ્નોમાં લાગશે લગામ

Advertisement

બુધવાર તા.17-07-24ના દિવસે દેવપોઢી એકાદશી છે આ દિવસ થી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ થશે આ દિવસથી નાની બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થશે.

ચાતુર્માસ દરમ્યાન સાધુ સંતો એક જગ્યાએ રહે છે. વિહાર કરતા નથી દેવી પોઢી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવુ પીપળે પાણી રહેવુ ઉપવાસ રહેવો દેવશયની એકાદશીનું વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તી થાય છે. દેવપોઢી એકાદશીના દિવસ થી વિષ્ણુ ભગવાન સાગરમા શયન કરે છે.

Advertisement

આમ આ દિવસથી આસરે સાડાચાર મહિના સુધી લગ્નો થઇ શકતા નથી લગ્નનું છેલ્લુ મુહૂર્ત 15 જૂલાઇનુ હતુ ત્યારબાદ 12 નવેમ્બર ના દિવસે દેવ દિવાળી છે. આ દિવસથી દેવતાઓ જાગશે અને લગ્નના મુહૂતોની શરૂઆત થશે.

આ દેવપોઢી એકાદશીથી દેવદીવાળી શુધીના દિવસોને ચાતુર્માસ કહેવામા આવે છે. ચાતુર્માસ દરમ્યાન રીગણાં કારેલા કોળું નખાવા જોઇએ તે ઉપરાંત શ્રાવણ મહિનામા લીલા શાકભાજી ભાદરવામા દહી ખસો મહિના મા દૂધ કારતકમાં કઠોડનો ત્યાગ વ્રત ધારી એ કરવો જોઇએ.

ખાસ કરી ને ચાતુર્માસ દરમ્યાન યોગુ પૂજા જય કરવાથી જલદી સિદ્ધ મળે છે. ચાતુર્માસ ભકિત માટે છે. આ સમય દરમ્યાન કરેલી મંત્ર ઉપાસના શિવ ઉપાસના દેવી ઉપાસના જલ્દી સિદ્ધી આપે છે.

ચાતુર્માસ દરમ્યાન કોઇ એક નીયત લેવો ઉત્તમ ફળ આપશે આ વર્ષે દેવપોઢી અકેદશીના દિવસે અમૃત સિદ્ધી યોગ પણ આવો દિવસ અને રાત્રી છે જે શુભ ફળ આપનાર છે.

મોળાકત વ્રતનો પ્રારંભ તા.17 જુલાઇને બુધવાર થી મોળાકત વ્રતનો પ્રારંભ પણ થશે મોળાકત વ્રતને મોળાવ્રત ગૌરીવ્રત પણ કહેવામા આવે છે. આ વ્રતમાં નાની બાળાઓ મીઠાદ વગરનું ભોજન લેશે આ વ્રત પાંચ દિવસ ચાલસે તા.21 જૂલાઇને રવિવારે ગુરૂપુર્ણિમાં ના દિવસે આ વ્રતનું જાગરણ છે. નાનીબાળાઓ આ દિવસે રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ કરશે.

બુધવારના દિવસે સવારે સુંદર વસ્ત્રો પહેરી નાની બાળા એ મંદિરે અથવા ભરે ઘઉંના જવારાનું નાગલા ચુદળી ઈબલ ગુલાલ કઠુંથી પુજન કરશે.

મોળાકતનું વ્રત કરવાથી નાની બાળઓના બુદ્ધિ શકિતમાં વધારો થાય છે. વિધાબળની પ્રાપ્તી થાય છે. અને આરોગ્ય શારૂ રહે છે. ખાસ કરીને પાંચ દિવસ શુધી મીઠા વગરનુ ભોજન લેવાથી મન મજબુત બને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement