For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માઇભક્તો માતાજીના દર્શન, આરતી પૂનમનો મેળો ઘરે બેઠાં નિહાળી શકશે

11:55 AM Dec 19, 2023 IST | Sejal barot
માઇભક્તો માતાજીના દર્શન  આરતી પૂનમનો મેળો ઘરે બેઠાં નિહાળી શકશે

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJI TEMPLE.IN“નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ https://WWW. AMBAJI TEMPLE. INepf કરવામાં આવેલી યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW. AMBAJI TEMPLE. IN થકી વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે.ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો અને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. કલેકટરની દીર્ધ દ્રષ્ટીથી અંબાજી મંદિરની નવીન વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શન સમય, 51 શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ, અંબાજી આસ પાસના સ્થળો, ગબ્બર જ્યોત અખંડ દર્શન, ઓનલાઈન સુવર્ણદાન, ઓનલાઈન જનરલ ડોનેશન, જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આગામી સમયમાં ઓનલાઈન શોપ અને ઘરે બેઠામાં અંબાનો પ્રસાદ અને અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement