ઇશ્ર્વરિયાના વૃંદાવનધામમાં ‘ઠાકોરજી’ના દર્શન માટે ભાવિકો ઊમટયાં
ઉકાણી પરિવારના 56 ભોગ મનોરથ અને ‘ધ્વજાજીના દર્શનનો લ્હાવો લેતા ભાવિકો
વૃંદાવનધામમાં આજે ગૌચરણ મનોરથ અને આવતીકાલે દીપદાન મનોરથ ઉત્સવ ઉજવાશે
125 ડબ્બા ઘી તથા સવા લાખ કિલો સામગ્રીનો 56 ભોગ પ્રસાદ ભાવિકોને વિતરણ થશે
રાજકોટની ભાગોળે ઈશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકરમાં ઉભા કરાયેલા વૃંદાવનધામમાં ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્રારા યોજાનારા ત્રિદિવસીય ‘મનોરથ’ અને શ્રીનાથજીના ’ધ્વજાજી’ આરોહણ ઉત્સવ પ્રસંગે ઉકાણી પરિવાર, વૈષ્ણવો અને સમગ્ર રાજકોટવાસીઓ કૃષ્ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. ગઈ કાલે 56 ભોગ મનોરથમાં ભાવીકોએ મોટી સંખ્યામાં વૃંદાવનધામ ખાતે દર્શનનો લ્હાવો લીધો હતો.
રાજકોટના સેવાભાવી, દાનવીર, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી ની આત્મજા ચિ. રાધા ના લગ્નોત્સવ પૂર્વ યોજાનારા ત્રિદિવસીય મનોરથ પ્રસંગે શ્રી નાથદ્વારાથી ‘દધ્વજાજી’ ખાસ ચાર્ટડ પ્લેન મારફત રાજકોટ લાવી ઈશ્વરીયાના વૃંદાવન ધામ ખાતે ગઈકાલે ‘ધ્વજાજી’ નું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવોના તીર્થધામ શ્રીનાથદ્રારાની ’ધ્વજાજી’ તા. 6 જાન્યુઆરીએ ચાર્ટર પ્લેનમાં આવ્યા બાદ રાજકોટના રાજમાર્ગો પર વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ઉકાણી પરિવારના ત્રિદિવસીય ’મનોરથ’ પ્રસંગે પ્રથમ દિવસે ગઇકાલે 56 ભોગ મનોરથ યોજાયો હતો.
શ્રી નાથદ્રારા ના પૂ. પૂજય વિશાલબાવા ના હસ્તે ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે વૃંદાવનધામમાં શ્રી નાથદ્વારાની ’દવજાજી’ નું આરોહણ કરવામાં આવ્યું હતું, રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્રારા ’ધ્વજાજી ના પૂજન બાદ વૃંદાવનધામ ખાતે શ્રી નાથજી મંદિર પાસે ’ધ્વજાજી’ ના દર્શન ભાવીકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
કાલાવડ રોડ પર ઈશ્વરીયા માં દ્રારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવનધામ ઉભું કરવામાં આવ્યુ છે. જેમાં શ્રીનાથજીના મોતી મહેલ, દ્વારકાધીશ મંદિર, શ્રીજીબાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, ગીરીરાજ પર્વતની આબેહુબ પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
રાજકોટ ના ઉકાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય ’મનોરથ’ પ્રસંગે ગઇકાલે પ્રથમ દિવસે શ્રીનાથજી ‘ધ્વજાજી’ આરોહણ અને 56 ભોગ મનોરથમાં દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભાવીકો વૃંદાવનધામ ખાતે ઉમટી પડયા બાન ગ્રુપના યુવા ડાયરેકટરો જય મૌલેશભાઈ ઉકાણી તથા લવ નટુભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે, નાથદ્વારાના પૂ. વિશાલ બાવાની નિશ્રામાં ’ધ્વજાજી’ ના પૂજનવિધિ કરવામાં આવી ત્યારબાદ 56 ભોગ મનોરથ અને ’ધ્વજાજીના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા. વૃંદાવનધામ ખાતે આવતા તમામ ભાવિકો માટે ઠોકોજીના દર્શન કરી શકે અને વૃંદાવનધામ નિહાળી શકે તે માટે સુચારૂૂ રૂૂપે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
વૃંદાવનધામ ખાતે ગઈકાલે 56 ભોગ ‘મનોરથ’ માં ઉકાણી પરિવાર દ્વારા 125 ડબા શુધ્ધ ધી, અને 12.5 ટન વિવિધ સામગ્રી માંથી બનાવાયેલ વિવિધ વાનગીઓનો રસથાળ ઠાકોરજીને ધરવામાં આવ્યો હતો. 56 ભોગમાં 150 કિલોની વિશાળ કેક સહીત વિવિધ વાનગીઓ પ્રસાદી રૂૂપે ’ઠાકોરજી’ ને ધરવામાં આવી છે. અંદાજે 1.25 લાખ કિલો ઠાકોરજી’ને ધરવામાં આવેલી ’પ્રસાદી’ વૃંદાવનધામ ખાતે દર્શનમાં આવતા ભાવીકોને આપવામાં આવી રહી છે.ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 8:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન નો લાભ લઈ રહી છે. ભવ્ય અલૌકિક વૃંદાવનધામમાં ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી નિહાળીને ભાવીકો ધન્યતા અનુભવી રહ્યા છે.