દ્વારકામાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગોમતી સ્નાન અને દ્વારકાધીશજીના દર્શને ભક્તો ઉમટ્યા
11:26 AM Jul 22, 2024 IST
|
admin
Advertisement
વહેલી સવારે જગત મંદિર ખુલ્તા છપ્પનસિડી સ્વર્ગ દ્વારે ભાવિકોની લાગી કતારો
Advertisement
યાત્રાધામ દ્વારકામાં અષાઠ સુદ પુનમ (ગૂરૂૂપૂર્ણીમા) ના દિવસે ગોમતી સ્નાન તેમજ દ્વારકાધીશજીના દર્શન કરવા ભાવિકોનૂં ધોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી પવિત્ર ગોમતી ધાટે સ્નાન કરવા તેમજ મંદિર પરીસર મોક્ષ દ્વાર અને છપ્પન સિડી સ્વર્ગ દ્વાર પાસે શ્રીજીના દર્શન કરવા ભાવિકોની લાંબી કતારો લાગી હતી. ગુરૂૂ પુનમ નિમીતે વારદાર પુજારી દ્વારા દ્વારકાધીશજીને અલૌકિક શણગારની ઝાખી કરવામાં આવી હતી. જગત મંદિર પરીસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાવિકો દુર દુર વહાનોમાં દ્વારકાધીશ જગત મંદિરે પુંનમ ભરવા પહોચ્યા હતા. સંખ્યાબંધ ભક્તોએ ગૂરૂૂપૂર્ણિમાને દિન કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Next Article
Advertisement