For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુર

03:55 PM Mar 29, 2025 IST | Bhumika
અમાસ સૂર્યગ્રહણ શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુર

આજે વિક્રમ સંવત 2018ના ફાગણમાસની કૃષ્ણપક્ષ અમાસનો દિવસ છે. સાથે જ શનિવાર અને સૂર્યગ્રહણ પણ છે. ત્યારે રાજકોટના જયૂબેલી ગાર્ડન પાસે આવેલા શનિદેવના પૌરાણીક મંદિરે વહેલી સવારથી જ દર્શન માટે લાઇનો લાગી હતી. રાજકોટમાં પણ શનિદેવમાં શ્રદ્ધા ધરાવતા ભક્તોએ શનિદેવની પૂજા-અર્ચના કરી હતી. શહેરના જ્યુબેલી ગાર્ડન પાસે શનિદેવનું પૌરાણિક મંદિર આવેલુ છે. જ્યાં આજે શનિદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ શનિદેવને કાળા તલ અને તેલ તથા આંકડાનો હાર અર્પણ કર્યો હતો. રાજકોટમાં શનિદેવના અનેક મંદિરો છે. પરંતુ આ મંદિરનું નિર્માણ નવ ગ્રહ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ બનાવવામાં આવ્યું છે. આજના દિવસે શનિદેવને આંકડાના ફુલની માળા, કાળા તલ, કાળ અડદ અને કાળુ કપડું ચડાવવાની માન્યતા છે. આ સાથે જ પીપળા ઝાડને પાણી રેડવાનું અને તેની નીચે દિવો કરવાનું મહત્વ પણ આજના દિવસે મહત્ત્વ છે. જ્યુબેલી ગાર્ડનમાં આવેલું આ મંદિરમાં આજે સવારથી મોડીરાત સુધી ભક્તોના દર્શન માટે આ મંદિરને ખુલ્લું રાખવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement