દ્વારકા-ડાકોર અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
01:30 PM Mar 26, 2024 IST | Bhumika
હોળી પર્વને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલા રાજ્યના ત્રણ મોટા ધામમાં શ્રદ્ધાળુની અભૂતપૂર્વ ભીડ/જામી હતી. યાત્રાધામ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોની માનવ મહેરામણ ઊમટ્યુ હતું. દેવભૂમિ દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશના રંગે રંગાતા ભક્તો જોવા મળ્યા હતા. રાસની રમઝટ સાથે જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ડાકોરના ઠાકોરના દ્વારે પણ હોળી પર્વને લઈ હજારો ભક્તોનું ઘોડાપૂર દર્શને પહોંચ્યુ હતુ. ડાકોરના રસ્તાથી લઈને મંદિરના પરિસર સુધી જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજ્યા હતા. તો યાત્રાધામ શામળાજી મંદિર રંગોત્સવના રંગે રંગાયેલુ જોવા મળ્યું હતું. અબીલ ગુલાલની છોળો સાથે ભગવાના શામળીયાને પણ રંગ લગાવવામાં આવ્યો હતો. (તસવીર: અશોક ભાતેલિયા-દ્વારકા)
Advertisement
Advertisement