તમામ વર્ગો-વિસ્તારો માટે સર્વસ્પર્શી લાભો-રાહતો સાથે વિકાસલક્ષી બજેટ: ધ્રુવ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને આજે સંસદમાં રજૂ કરેલાં બજેટને પ્રજાલક્ષી દૂરંદેશીભર્યા બજેટ તરીકે ગણાવીને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ બજેટ પ્રજા ના તમામ વર્ગો ને માટે કલ્યાણકારી અને દેશના ભવિષ્યને મજબુત કરનારું બજેટ છે અને વિકસિત ભારત ના સંકલ્પ અને દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનો સાથે નું બજેટ છે. આ બજેટમાં વિકાસના ફળો આવનારા સમય માં દરેક ક્ષેત્રમાં પ્રજાના દરેક વર્ગો ને મળી રહેવાના છે,તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને કોરોનાકાળ પછી ના કપરા કાળ માં જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક રીતે ડામાડોળ અને અસ્થિરતા ભરેલા વાતાવરણ માં સપડાયું છે ત્યારે આપણા દેશ ને પ્રજાલક્ષી, ગરીબલક્ષી, વિકાસલક્ષી આયોજનો દ્વારા દેશ ના અર્થતંત્ર માટે ખૂબ જરૂૂરી ખૂબ મહત્વ ના આ સ્પષ્ટ દિશાદર્શન સાથેના બહુ આયામી બજેટ માટે અભિનંદન આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલાજી સિતારામને નાણામંત્રી તરીકે 7 મી વાર રજૂ કરેલા કેન્દ્રીય બજેટને રાજુભાઇ ધ્રુવે દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારું બજેટ ગણાવી આ બજેટને ગરીબ, મહિલાઓ અને યુવાઓ સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. ધ્રુવે જણાવ્યું છે કે, નાણામંત્રી દ્વારા દેશના કરોડો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધારો કરી 3 કરોડ ઘર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ સૌકોઈની આવાસની ઇચ્છા પૂર્ણ કરશે. પી એમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ને પાંચ વર્ષ માટે લંબાવી ને 80 કરોડ લોકોને સ્વમાન સાથે જીવન નિર્વાહ કરવા માટે સાથ,સહકાર અને સ્નેહ આપ્યો છે. ધ્રુવે જણાવ્યું છે કે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે આજે સારા પરિણામો મળી રહ્યા છે. આજે વૈશ્વિક મંદીને કારણે પડકારો વધી રહ્યા છે સમગ્ર દેશ માટે સર્વસ્પર્શી, સર્વગ્રાહી સર્વાંગીણ અને અત્યારના વૈશ્વિક અર્થતંત્રો માટે જોખમી સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ પ્રજાલક્ષી સમાજના તમામ વર્ગોને લાભ આપતા દીર્ઘદ્રષ્ટિ ભર્યા ઉત્કૃષ્ટ બજેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ નાણામંત્રી નિર્મલાજી સીતારામનનો રાજુભાઈ ધ્રુવે આભાર માની અંત:કરણ પૂર્વક અભિનંદન આપ્યા છે.