For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળી

11:24 AM Nov 15, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળી
Advertisement

આજરોજ તા.15મીને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર શાસ્ત્રોમાં દેવદિવાળીને દેવોની દિવાળી તરીકે સંબોધિત કરવામાં આવેલ છે એટલે દેવદિવાળીના પાવન અવસરે કાળિયા ઠાકોરને વિશેષ શૃંગાર ધારણ કરાવાશે. આ પ્રસંગે શ્રીજીને મધ્યાહન સમયે રાજભોગમાં અદકી વિશેષ ભોગ ધરાવવામાં આવશે. આ ઉપરાંત સાંજના સંધ્યા સમય પછી નિજમંદિર તથા નિજસભાગૃહમાં રંગોળી તથા દીપમાલા સાથે સુશોભન કરવામાં આવશે.

જગતમંદિરમાં શારદાપીઠ સંચાલિત વિવિધ મંદિરોની સેવા-પૂજાનો ક્રમ સંભાળતા વિજ્યભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયે જણાવેલ કે કારતક મહિનામાં દીવડાની પુજા તથા દીપદાનનું વિશેષ મહત્વ છે ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના મંદિર સન્મુખ અલગ-અલગ પ્રકારની રંગોળીઓ બનાવીને તેમાં અગીયાર હજાર દીવડાઓને પ્રગટાવી ઓનુ પ્રગટાવી શુભોભન કરી રંગોળી કરીને દેવદિવાળીનો ઉત્સવ મનાવવામાં આવશે.કાર્તિક પૂર્ણિમા દેવદિવાળીના દિવસે જે કોઈ વ્યકિત પરમાત્માનું સ્મરણ કરી સાતસોવીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. આ દીપ પ્રાગટય અને તેના દર્શન થકી તેને સુખ-શાંતિ, સમૃધ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે.

Advertisement

દેવદિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂૂ થાય છે શુભ લગ્નોની સિઝન એટલે કે લગ્નોત્સવ. લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિવારોમાં શુભ મુહુર્ત દિને તોરણો બંધાય છે મંગળગીતો ગવાય છે અને ઢોલ ઢબુકે છે. અને વરક્ધયા પ્રભુતામાં પદાર્પણ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement