For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકાના ચિત્રકારની રાજ્યકક્ષાના અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ માટે પસંદગી

03:26 PM Mar 26, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકાના ચિત્રકારની રાજ્યકક્ષાના અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ માટે પસંદગી

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના પ્રખ્યાત ચિત્રકાર સામંતભાઈ બેલાને રાજ્યકક્ષા માટે અતુલ્ય વારસો આઈડેન્ટી એવોર્ડ 2023- 24 માટે પસંદ કરવામાં આવેલ છે. અતુલ્ય વારસો આ એક ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા છે જે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જતન કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્ય લેવલે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરે છે. આ વખતે પણ 500 જેટલી વિશિષ્ટ વ્યક્તિઓમાંથી અતુલ્ય વારસો કમિટી જિલ્લા વાઇસ આ સન્માનને હકદાર વ્યક્તિઓની પસંદગી કરી છે. જેમાંથી દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર રહેવાસી પ્રસિદ્ધ ચિત્રકાર સામંતભાઈ બેલાની પણ પસંદગી કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે આ તમામ વિશિષ્ટ વ્યક્તિઓનું એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. ચિત્રકાર સામંતભાઈ બેલા હાલ હરીપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. સાથે સાથે પોતાના કલાના માધ્યમથી આપણી સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત કરેલા છે. તેમજ તેમના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા અનેક વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત થયેલા છે. આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધારનાર સામત બેલાને ખુબ ખુબ શુભકામનાઓ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement