રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધોરાજી પંથકની સગીરાનું અપહરણ કરનાર હાપાના શખ્સની અટકાયત

12:00 PM Jul 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા.05/07/2024 ના રોજ સગીરવયની દીકરીનુ કોઇએ અપહરણ કરેલની ફરીયાદ મળતા ધોરાજી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. અ- 11213095240250/2024 ભારતીય ન્યાય સંહિતા-2023 કલમ.137(2) મુજબનો ગુન્હો દાખલ કરી પ્રથમ તપાસ ધોરાજી તાલુકા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.વી.જી.જેઠવા નાઓએ સંભાળેલ અને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા રાયટર સ્ટાફનાઓ સાથે મળી સઘન તપાસ કરી ભોગબનનાર તેમના માતાના મોબાઇલ ફોનમાંથી ચોરી છુપીથી આરોપી સાથે મોબાઇલ ઉપર વાતચીત કરતા હોય ભોગબનનારના માતાના મોબાઇલ નંબર માંથી એક શંકાસ્પદ મોબાઇલ નંબર મેળવી તે મોબાઇલ નંબરના આધારે ટેકનિકલ સોર્સથી આરોપીની માહીતી મેળવી આરોપીને શોધી આરોપીની સઘન પૂછપરછ કરી આરોપીના મોબાઇલમાંથી હાલ ભોગબનનાર વાપરતી હોય તે મોબાઇલ નંબર મેળવી ટેકનિકલ સોર્સથી તથા હ્યુમન સોર્સથી ભોગબનનારનો પતો મેળવી ભોગબનનારને શોધી આરોપીને આ ગુન્હાને કામે અટક કરેલ છે. આ ગુન્હાના કામે બી.એન.એસ.2023 ની તેમજ પોકસો એકટ તેમજ અન્ય કાયદાની કલમોનો ઉમેરો કરવામાં આવેલ છે આમ આ ગંભીર પ્રકારના ગુન્હાના કામે નીખીલ મેરામણભાઇ ગોજીયા રહે. જામપર ગામ, વાડી વિસ્તાર, સરકારી પ્રાથમિક શાળા નં.2ની બાજુમાં તા.ભાણવડ હાલ જામનગર, હાપા ગામ, ટોયોટા શો-રૂૂમની સામે ક્રિષ્ના ટાઉનશીપમાં, છલ્લા બંગલામાં જી.જામનગર મૂળ ગામ જામપર, તા.ભાણવડ, જી.દેવભૂમિવાળાને ઝડપી લીધો છે.
(તસવીર: કૌશલ સોલંકી)

Tags :
dhorajiDhoraji newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement