For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PGVCL કચેરી સામે આંદોલન કરતા 200 વિદ્યુત સહાયકોની અટકાયત

11:56 AM Feb 06, 2024 IST | Bhumika
pgvcl કચેરી સામે આંદોલન કરતા 200 વિદ્યુત સહાયકોની અટકાયત

શહેરમાં લક્ષ્મીનગર સ્થીત પીજીવીસીએલ કચેરી સામે છેલ્લા છ દિવસથી વિદ્યુત સહાયક ઉમેદવારો પોતપોતાને નોકરી આપવાની માંગ સાથે અચોક્કસ મુદતનું આંદોલન છેડી રહ્યા છે. આમ છતાં લાગતા વળગતા સત્તાસીધોના પેટનું પાણી હલ્યું નથી. તંત્રએ ઉવાસી અરજદારોને સાંભળવાને બદલે તેમના આંદોલનને નબળુ પાડવા માટે ચારેય તરફથી અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. ગઈકાલે સવારે કોંગ્રેસી આગેવાનોએ ઉપવાસી છાંવણીની મુલાકાત લીધા બાદ બપોર પછી યેનકેન પ્રકારે કોઈના ઈશારે પોલીસે ઉપવાસી છાવણી પર ત્રાંટકીને 200 જેટલા વિદ્યુત સહાયકોની અટક કરીને નાના-મોટા પોલીસના વાહનોમાં બેસાડીને પોલીસથાણે લઈ ગયા હતાં.
આંદોલન છેડનાર ઉપવાસી વિદ્યુત સહાયકોએ આક્ષેપો કર્યા હતાં કે, અમે કોઈપણ પ્રકારની પબ્લીક પ્રોપર્ટી ડેમેજ કર્યા વગર શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવી રહ્યા છીએ. અને અમારી એક જ માંગ છે. કે પીજીવીસીએલ કંપનીમાં અનેક જગ્યાઓ વિજ હેલ્પરની ખાલી છે. છતાં તંત્ર નિમણુંક આપવાની રિતસરના અખાડા કરે છે. સામાપક્ષે જેટકો દ્વારા ધડાધડ નિમણુંકો આપવામાં આવે છે. ત્યારે પીજીવીસીએલ તંત્રને ક્યાં પેટમાં દુખે છે. તે સમજાતું નથી.
ઉપવાસે છાવણીની મુલાકાત દરમિયાન વિદ્યુત સહાયકોએ એવા પણ આક્ષેપો કર્યા હતાં કે, હવે તંત્ર તેઓ દ્વારા ચલાવાતા ઉપવાસ આંદોલનને નબળુ પાડવા માટે ભરપુર પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. આવી હિંમત દર્શાવીને ગઈકાલથી ઉપવાસીઓએ ભુખ હડતાલ શરૂ કરી છે. આવી રીતે રોજ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમોના આયોજન થતાં રહેશે તેવું જાગૃત વિદ્યુત સહાયકોએ જણાવ્યું હતું કે, પ્રસ્તૃત તસ્વીરોમાં પોલીસે ઉપવાસી છાંવણી પર ત્રાંટકીને શાંતરિતે આંદોલન ચલાવતા 200 જેટલા વિદ્યુત સહાયકોને બળજબરી પૂર્વ અટક કરી હતી તે દેખાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement