ધ્રોલ-જોડિયા પોલીસ સ્ટેશનના રૂા.12 લાખ દારૂના જથ્થાનો નાશ
પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરાઈ
રાજકોટ રેન્જ વિભાગના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ મુદામાલ નીકાલ અંગેની ડ્રાઈવમાં વધુમાં વધુ મુદામાલનો નિકાલ કરવાની સુચના આપેલ હોય જે મુજબ ધ્રોલ તથા જોડીયા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામા કબ્જે થયેલ ઇગ્લીશ દારૂૂની ભારતીય બનાવટની બોટલો તથા બીયર ટીન તથા અરબી બીયર નાં જથ્થા નો આજે ધ્રોલ આહીર ક્ધયા છત્રાલય રાજકોટ-જામનગર હાઈવે રોડ પાસે.નાશ કરવામાં આવ્યો હતો.
અને દારૂૂ નાં જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સમયે ધ્રોલ નાં એસ ડી એમ વી.ડી.સાકરીયા , તથા નાયબ પોલીસ અધીક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ નાં આર બી દેવધા , નશાબંધી અને આબકારી અધિકારી જામનગર નાં એસ સી વાળા , પ્રો.પો.ઈન્સ. જોડીયા પો.સ્ટે. નાં કે આર વાઘેલા તથા પો.સબ.ઇન્સ. પી.જી.પનારા ઉપસ્થીત રહ્યા હતા અને તેઓ ની હાજરી માં ભારતીય બનાવટની વિદેશી દારૂૂનુ બોટલો નંગ-1849 (કી.રૂૂ.9,08,640) , બીયર ટીન નંગ-337 (કી.રૂૂ.34,440), તથા અરબી બીયરની બોટલો નંગ-1938( કિ.રૂૂ.290285) એમ કુલ -4124 નંગ બોટલો ( કી.રૂૂ.12,33,365) નો નિયમોનુસાર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.