રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માર્વેલસ બેકરી, રાજ સેન્ડવીચમાંથી 60 કિલો વાસી માલનો નાશ

04:39 PM Aug 16, 2024 IST | admin
Advertisement

ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 38 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 16ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ

Advertisement

ફૂડ વિભાગ દ્વારા આજ રોજ ખાણી પીણીના 38 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી પાટિદાર ચોકમાં આવેલ મારવેલ્સ બેકરીમાં તપાસ કરતા વાસી પડતર થયેલ.

60 કિલો ટોસ-ખારી-બ્રેડના જથ્થાનો નાશ કર્યો હતો. તેમજ રાજ સેન્ડવિચ પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતી ગયેલ ઠંડાપીણાંની બોટલ 10 લિટર તથા વાસી સેન્ડવિચ 500 ગ્રામ નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ તેમજ મવડી ચોકડી થી બાપસીતારામ સર્કલ તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 16 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.

ફૂડ વિભાગની ટીમ દ્વારા (01)બાલાજી ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ખોડલ ડાઈનિંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)આશાપુરા કેળા વેફર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)સેલવાસ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાલાજી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સીતારામ સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ગિરિરાજ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ક્રિષ્ના વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)જય અંબે નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)જય ખોડિયાર બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ડિલાઇટ ફૂડ પોઈન્ટ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ક્રીમ ફ્રેશ નેચરલ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)રાની ઓઇલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)ઠાકોર સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)શિવ ફરસાણ માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)અક્ષર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (17)ખોડિયાર ડાઈનીંગ હોલ (18)ટુડે આઇસક્રીમ (19)સુરતી ખમણ (20)મુરલીધર ડેરી ફાર્મ (21)રઘુવીર ભજીયા (22)શ્રી ઘૂઘરા (23)જેપી સોડા (24)બાપસીતારામ ઘૂઘરા (25) જીજીએમ વીટ નમકીન (26)જે કે ગાંઠિયા (27)કેનોલી બેકરી (28)બંગાલી સ્વીટ (29)પ્રભુ કેક શોપ (30)પટેલ સ્વીટ ડેરી ફાર્મ (31) ટીજીબી કાફે એન બેકર્સ (32)ક્રિષ્ના માવા કેન્ડી (33)સંતુષ્ટિ શેક (34)ઝેપોલી બેકર્સ (35)ક્રીમઝેન ડેઝર્સ સ્નેક્સ (36)ચપલા ડ્રાયફ્રૂટ ચોકલેટ (37)ફ્રેશ ફૂડ (38)ખુશ્બુ આઇસ્ક્રીમ (39)ધ ઓમ રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવેલ.

ચાર સ્થળેથી નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમુના લેવાની કાર્યવાહી દરમિયાન માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ (200 ૠખ ઙઊંઉ): સ્થળ- માર્વેલસ બેકરી, રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, ઈછઘઙઈંગઘથ ઈછઊઅખઢ ઈઇંઊઊજઊ ઇકઊગઉ (1ઊંૠ ઙઊંઉ. ઙઘઞઈઇં): સ્થળ- બર્ગેરીટો ફાસ્ટ ફૂડ, શોપ નં. 1, ૠ.ઋ., માધવ વાટિકા, સોજીત્રા નગર, રૈયા રોડ, પનીર ટકાટક સબ્જી (પ્રિપેર્ડ- લુઝ): સ્થળ- અંજલી રેસ્ટોરન્ટ, ૠ 28 સદગુરુ તીર્થધામ, રૈયા રોડ, ફરાળી પેટીસ (લુઝ): સ્થળ- જલારામ નમકીન, તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ રાજકોટમાંથી ચાર સ્થળેથી સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલવામાં આવ્યા હતાં.

Tags :
fooddepartmentgujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement