પટેલ ડાઈનિંગ હોલમાંથી 19 કિલો વાસી ખોરાકનો નાશ
ફૂડ વિભાગ દ્વારા 23 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને લાઇસન્સ અંગે નોટિસ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરતા કાલાવડ રોડ ઉપર આવેલ પટેલ ડાયનીંગ હોલમાંથી વાસી અખાદ્ય લોટ સહિતના 19 કિ.ગ્રા જથ્થાનો નાશ કરી અન્ય 15 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી 19 ખાદ્યપદાર્તની સ્થળ ઉપર ચકાસણી કરી હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર મુકામે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી આયોજીત અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ માટે ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અંગે માહિતી આપવામાં આવેલ તથા રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ખાદ્યચીજોમાં પ્રાથમિક ચકાસણી કરી લાઈવ ડેમોસ્ટ્રેશન દર્શાવી જાહેર આરોગ્યના હિતાર્થે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રામપીર ચોકડી થી રૈયાધાર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 15 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (01)શ્રીજી વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)લક્ષ્મી નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ક્રિષ્ના અમુલ પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ક્રિષ્ના જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મોહિની ટ્રેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સંતોષી બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)અમૃત ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ગજાનંદ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)જય જલારામ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)આર કે પ્રોવિઝન સ્ટોર - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)નકળંગ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)સાગર ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)શ્રીનાથજી ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)શ્રીનાથજી કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)સાંઈકૃપા માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (16)રાજુ દાળ પકવાન (17)દેવજીવન હોટેલ ફળા; રેસ્ટોરેન્ટ (18)દ્વારકાધીશ હોટેલ (19)ભગવતી ગાંઠિયા (20)શિવમ માર્ટ (21)કોઠારી માર્ટ (22) દ્વારકેશ ફરસાણ (23)આકાશ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ.