રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાઉસ ઓફ સ્નેક્સ, જલિયાણ રેસ્ટોરન્ટમાંથી 15 કિલો વાસી ગ્રેવીનો નાશ

04:55 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે 22 રેસ્ટોરન્ટ હોટલમાં ચેકીંગ હાથ ધરી હાઉસ ઓફ સ્નેક્સ અને જલિયાણ રેસ્ટોરન્ટમાંથી મંચુરિયન ગ્રેવી સહિતનો 15 કિલો વાસીજથ્થાનો નાશ કરી શિવશક્તિ ફૂડ ચીજીચીફ્સ અને મહાદેવ દેશી વગારના રસોડામાં ગંદકી જોવા મળતા નોટીસ ફટકારી હતી તેમજ સ્થળ ઉપર સાત નમુનાની ચકાસણી કરી 20 સ્થળેથી ખાદ્યપદાર્થના નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

Advertisement

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હાઉસ ઓફ સ્નેક્સ, નાના મવા રોડ, રાજકોટની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ ગ્રેવી અને ચટણી વાસી અખાદ્ય જણાતા કુલ મળીને 5 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મહાદેવ દેશી વઘાર, યુનિવર્સિટી રોડ, મેન્ટલ હોસ્પિટલ સામે, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શિવ શક્તિ ફૂડ ચીઝી ચિપ્સ પંચાયત ચોક, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના કુવાડવા રોડ (આડો રોડ) વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 07 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

20 સ્થળેથી નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન મંચુરિયન ફ્રાઇડ (લુઝ): સ્થળ- બાલાજી ફાસ્ટ ફૂડ, રૈયા રોડ, બટર ચીઝ ટોસ્ટ સેન્ડવિચ (લુઝ): સ્થળ- બાલાજી ફાસ્ટ ફૂડ, રૈયા રોડ, ઘૂઘરા (લુઝ): સ્થળ- સાગર ઘૂઘરા, વડાપાઉં, રૈયા રોડ, ફરસી પૂરી (લુઝ): સ્થળ- ભગવતી સ્વીટ, નમકીન, સદગુરુ તીર્થધામ, રૈયા રોડ, ચીઝ મયોનીસ વડાપાઉં (લુઝ): સ્થળ- બનહરીફ ફાસ્ટ ફૂડ, સદગુરુ તીર્થધામ, રૈયા રોડ, ખાજલી (લુઝ): સ્થળ- પ્રણામી ફરસાણ માર્ટ, સદગુરુ તીર્થધામ, રૈયા રોડ, નયલોન સેવ (લુઝ): સ્થળ- પ્રણામી ફરસાણ માર્ટ, સદગુરુ તીર્થધામ, રૈયા રોડ, ગાર્લિક ખારી જેકોલી બેકરી રૈયા રોડ, વાઈટ ટોસ જેપોલી બેકરી રૈયા રોડ, મંચુરિયન ફ્રાઇડ (લુઝ): સ્થળ- મધુરમ રેડીઅંશ એપાર્ટમેન્ટ, હનુમાનમઢી પાસે, રૈયા રોડ, ખારી (લુઝ): સ્થળ- કૌશર બેકરી, હનુમાનમઢી પાસે, રૈયા રોડ, બટર સ્કોચ પેસ્ટ્રી (લુઝ): સ્થળ- કૌશર બેકરી, હનુમાનમઢી પાસે, રૈયા રોડ, ભાખરવડી (લુઝ): સ્થળ- જલારામ ફરસાણ માર્ટ, તિરુપતિ -05 કોર્નર, રૈયા રોડ, પકવાન (ફરસાણ- લુઝ): સ્થળ- જલારામ ફરસાણ માર્ટ, તિરુપતિ -05 કોર્નર, રૈયા રોડ, ડ્રાય કચોરી (લુઝ): સ્થળ- જય બાલાજી ફરસાણ માર્ટ, કનૈયા ચોક પાસે, રૈયા રોડ, ખાજલી (લુઝ): સ્થળ- જય બાલાજી ફરસાણ માર્ટ, કનૈયા ચોક પાસે, રૈયા રોડ, સહિત 20 સ્થળેથી નમુના લેવામાં આવ્યા હતાં.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement