જલારામ નમકીનમાંથી 140 કિલો વાસી પેટીસનો નાશ
ફૂડ વિભાગ દ્વારા માંડા ડુંગર વિસ્તારની 20 પેઢીમાં ચેકિંગ હાથ ધરી 9 સ્થળેથી ફરાળી આઈટમના નમુના લેવાયા
શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને જન સામાન્ય દ્વારા ફરાળી ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમા ઉપયોગ થતો હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરાળી ચીજોને અનુલક્ષીને સમગ્ર માસ દરમિયાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરાળી લોટ, ફરાળી પેટીશ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક/ વિક્રેતાઓ ફરસાણની દુકાનો મળી કુલ -72 પેઢીઓમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે.
જે પૈકી તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ જલારામ નમકીન પેઢીમાંથી બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ 140 કિ.ગ્રા. પેટીશનો જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને નોટિસ આપવામાં આવેલ વિશેષમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ- 2006 હેઠળ ફરાળી ચીજોના કુલ -13 નમૂના લેવામાં આવ્યા હતાં.
ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન શહેરના માંડા ડુંગર આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ.
તેમજ ખાધ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (01)ખોડિયાર કોલ્ડડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)મિલન ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)દ્વારકેશ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શક્તિ કૃપા ફરસાણ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ગુન ગુન પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શિવ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)દાસારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બાલાજી દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)શ્યામ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)માલધારી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)શુભમ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.