પીઝા ક્ધટ્રીમાંથી વાસી ગાર્લિક બ્રેડના જથ્થાનો નાશ
ફૂડ વિભાગે ખાદ્યચીજના 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી લાઇસન્સ અંગે નોટિસ ફટકારી
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે યુનિવર્સિટી રોડ ઉપર પીઝા કંટ્રીમાં તપાસ હાથ ધરતા સ્થળ ઉપરથી પાંચ કિલો ગ્રામ વાસી ગારલીક બ્રેડનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. તેમજ અલગ અલગ 14 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી ચારને લાયસન્સ અંગે નોટીસ આપી રૈયા રોડ પર શોપમાંથી રાણી બ્રાંડના શિંગતેલ અને કપાસિયા તેલના નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યુનિ.રોડ, ઇન્દિરા સર્કલ પાસે, રાજકોટ મુકામે આવેલ "પીઝા ક્ધટ્રી" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ગાર્લિક બ્રેડનો કુલ 05 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના હનુમાન મઢી થી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 14 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 04 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી.
ફૂડ વિભાગ દ્વારા આજે (01)શ્યામ શીંગ નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)મહાદેવ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)હરભોલે ટ્રેડીંગ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જલીયાણ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (05)મુરલીધર ફરસાણ (06)પારસ સ્વીટ (07)પારસ નમકીન (08)હરભોલે ડેરી ફાર્મ (09)કુમાર ખમણ (10)સમ્રાટ ખીરું (11)ભગવતી પ્રોવિઝન સ્ટોર (12)જલીયાણ પ્રોવિઝન સ્ટોર (13)જલારામ નમકીન (14)કૌશર બેકરી (15)જય સિયારામ શોપિંગ સેન્ટર (16)ઠક્કર નમકીન (17)જય બાલાજી ફરસાણ (18)જય બાલાજી ફરસાણ (19)જય હિંગળાજ રેસ્ટોરેન્ટ (20)જામનગરી ઘૂઘરા (21)કસ્તુરી ફૂડસની ચકાસણી કરવામાં આવી હતી.
રાણી બ્રાન્ડ ખાદ્યતેલના નમૂના લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી રૈયા રોડ ઉપર સદ્ગુરુ તિર્થ ધામની સામે અપૂર્વ કોમ્પલેક્ષ દુકાન નં. 5 માં તપાસ કરતા આ દુકાનમાંથી રાણી બ્રાંડ 15 કિ.ગ્રા. પેકીંગમાં કપાસિયા તેલ અને શિંગતેલના ટીનમાંથી સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.