ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પુરવઠા વિભાગના ધમપછાડા છતાંય શહેરમાં 40 ટકા રેશનકાર્ડનું e-KYC

05:20 PM Feb 11, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ e-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ 40 ટકા જેટલી જ પૂર્ણ થઇ છે. શહેરમાં 60 ટકા અને જિલ્લામાં 33 ટકા જેવી કામગીરી હજૂ બાકી છે.

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ - કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે રાજકોટના 37 લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર 15 લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. એટલે કે હાલ રાજકોટ જિલ્લામાં માત્ર 40 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થાય છે. હજી પણ 60 ટકા જેટલી કેવાયસીની કામગીરી બાકી છે. આજે પણ 24 લાખથી પણ વધુ રેશનકાર્ડ ધારકો ઇ- કેવાયસી કરવામાં બાકી છે.સૌથી ધીમી કામગીરી રાજકોટ શહેરમાં અને સૌથી ઝડપી કામગીરી જામકંડોળામાં 60 ટકા e-KYC કામગીરી પૂર્ણ થઈ છે.

રાજકોટ જિલ્લાના કુલ-37,81,501 રેશનકાર્ડ ધારકોમાંથી 15,10,751 (39.95%)રેશનકાર્ડ ધારકોનું e-KYCપૂર્ણ થયેલ છે. તેમજ હાલ 22,70,750 (60.05 %)રેશનકાર્ડ ધારકોનું e-KYCબાકી છે. રાજકોટ જિલ્લાના કુલ NFSA -13,38,136 રેશનકાર્ડ ધારકોમાંથી 9,16,554 (68.49 %) ગઋજઅ રેશનકાર્ડ ધારકોનું e-KYCપૂર્ણ થયેલ છે. તેમજ હાલ 4,21,582 (31.51%)ગઋજઅ રેશનકાર્ડ ધારકોનું e-KYCબાકી છે.

Tags :
E-KYCgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement