For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઇકોર્ટનો સ્ટેટસ ક્વો છતાં સાગઠિયાએ બાંધકામને મંજૂરી આપી દીધી

04:56 PM Aug 05, 2024 IST | Bhumika
હાઇકોર્ટનો સ્ટેટસ ક્વો છતાં સાગઠિયાએ બાંધકામને મંજૂરી આપી દીધી
Advertisement

150 ફૂટ રિંગ રોડ ઉપર મવડી-95 પૈકીની સોનાની લગડી જેવી જમીનના વિવાદમાં બિલ્ડર સાથે મળી કૌભાંડ આચર્યાનો ખાતેદારનો આક્ષેપ

રાજકોટ મહાનગર પાલિકામાં ટી.પી. વિભાગમાં જમીનના અનેક કૌભાંડો અને કરોડોની અપ્રમાણસર મિલકતોના ગુનામાં જેલમાં રહેલા સસ્પેન્ડ ટી.પી.ઓનો વધુ એક જમીન વિવાદ બહાર આવ્યો છે. હાઇકોર્ટના યથાવત સ્થિતિ જાળવી રાખવાના મનાઇ હુકમનો ઉલાળીયો કરી બિલ્ડર સાથે મળી જમીનમાં બાંધકામ પ્લાન મંજુર કરી દીધાનો આક્ષેપ જમીનના માલિકો દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

શહેરના 150 ફૂટ રીંગ રોડ ટચ હોટલ ફોર્ચ્યુનની બાજુમાં જ આવેલ સર્વે નં.95 વાળી જમીનના માલિક હોવાનો દાવો કરતા મીત સોરઠીયાએ જણાવ્યું હતું કે, મવડી સ.નં.95 પૈકી પ્લોટ નં.39થી 42 તથા 50થી 54ની જમીનમાં વિવાદવાળી જમીનના દસ્તાવુજમાં હાઇકોર્ટનો સ્ટેટસ્કવો હોવા છતા વિવાદિત જમીનના બાંધકામ પ્લાન મંજુર કરી દેવામાં આવેલ છે.

આ જમીન ઉપર શ્રીજી લેન્ડ ડેવલપર્સના નામથી ચાલતી પેઢીના ભાગીદારો કંડોરીયા અને ગ્રીષ્મા ઇન્ફા. પ્રા.લી. (શયામલ શીલ્પન ગૃપ)ના ભાગીદાર ભરત ડઢાણીયા વિગેરેએ જમીનમાં કબજો કરી તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મળી ગેરકાયદેસર રીતે બાંધકામ પ્લાન મંજુર કરાવી બાંધકામ શરૂ કરી દીધાનો આક્ષેપ કરાયો છે.

જમીન માલીકના આક્ષેપ મુજબ જમીન અંગે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાની જાણ છતા વિવાદીત જમીનમાં બાંધકામ થવા દીધું હતુ. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનેલા પીડિત પરિવારે પત્રકાર પરિષદ કરી વ્યથા રજૂ કરી છે.

કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ. વારંવાર મહાપાલિકાના કમિશનર સહિતનાને અરજી આપી છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થઈ ગયુ છે. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનનારના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી છે. કમિશનર સહિતને અરજી આપી છતા કાર્યવાહી કરાઇ નથી. સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થતા અનેક સવાલો સામે આવ્યા છે. જેમાં મિત સોરઠીયાએ જણાવ્યું છે કે 25000 વાર જગ્યા આવેલી છે.

2007થી હાઇકોર્ટનો સ્ટે છતા પ્લાન પાસ કર્યો હતો. પ્લાન પાસ કરીને બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. 3 હજારવાર જગ્યામાં બાંધકામ થયુ છે. આ જગ્યા ઉપર અમારા દાદા અને અન્યની વારસાઈ છે. અમારી અરજી અંગે કોઈ ઉકેલ કે નિકાલ થયો નથી. વિવાદીત જગ્યા હોવા છતા હોસ્પિટલને ભાડે આપી છે.

આ જગ્યાનો ચૂંટણી સમયે કાર્યાલય પણ ખૂલ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ, મળતિયાઓનો જગ્યા પર કબ્જો છે. મીત કિશોરભાઈ સોરઠીયાના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ. વારંવાર મહાપાલિકાના કમિશનર સહિતનાને અરજી આપી હતી.

કલેકટર કચેરીમાંથી બિનખેતી પ્રકરણની ફાઇલ ખોવાઇ ગઇ

જમીન માલિક પરિવારે કરેલા આક્ષેપ મુજબ આ વિવાદી જમીનની કલેકટર ઓફિસમાંથી બિનખેતીની ફાઇલ ખોવાઇ ગઇ હોવાનો આરટીઆઇમાં જવાબ આપવામાં આવેલ છે. જમીન કૌભાંડ કરનારા રેવન્યુ ટ્રિબ્યુનલ સુધી કેસ હારી ગયા બાદ હાઇકોર્ટમાંથી સ્ટેટસ્કવો હવા છતા બાંધકામની મંજુરી આપી દેવામાં આવી છે. આ અંગે ગાંધીનગર સુધી રજુઆતો કરવા છતા કોઇ પગલા ભરાયા નથી. વેંચાણ દસ્તાવજેમાં બિનેખેતી નંબર પણ હાથથી લખવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement