IPLની સિઝન પૂરી થવામાં છતા ક્રિકેટ સટ્ટાના કેસ નહીવત
અમુક કિસ્સામાં પંટરો પકડાયા, એકપણ મોટા બુકીનું નામ ખુલ્યુ નહીં: જાણકારોમાં આશ્ર્ચર્ય
તોડબાજીના અમુક કિસ્સા પણ જાહેર થયા, ગાંધીનગર સુધી ફરિયાદો થઇ છતાં પરિણામ શુન્ય
સેટિંગ અને રાજકીય ઓથના કારણે પોલીસના હાથ બંધાયેલા રહ્યા, રાજય સરકારનું પણ કૂણું વલણ?
ઇન્ડીયન પ્રિમિયર લીગની સિઝન હવે અંતિમ પડાવમાં પહોંચી છે આમ છતા સટોડીયાઓ માટે ફેવરીટ મનાતી આઇપીએલની આ સિઝન દરમિયાન ગુજરાતમાં ક્રિકેટ સટ્ટાનો કોઇ મોટો કે નોંધપાત્ર કેસ થયો નથી તેથી જાણકારોમાં આશ્ચર્ય ફેલાયું છે.
આઇપીએલની સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ સટ્ટો રમાય છે. અનેક પ્રકારની ગેમીંગ એપ્લિકેશન દ્વારા પંટરો મોટા દાવ લગાવે છે. પરંતુ સિજન પુરી થવા આવી છતા અમુક સામાન્ય કેસોને બાદ કરતા ક્રિકેટ સટ્ટાનો કોઇ મોટો કેસ નોંધાયો નથી કે કોઇ મોટા ગજાના બુકીનું નામ પણ ખુલ્યુ નથી.
ક્રિકેટ સટ્ટાના મોટા કેસ નહીં થવા પાછળ પણ બુકીઓ સાથે પોલીસનું સેટી્ંર અને અમુક નેતાઓની ભાગીદારી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. રાજય સરકાર ડ્રગ્સ જેવા દુષણ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની વાત કરે છે પરંતુ યુવાધનને જુગારના નશામાં રાખતા ક્રિકેટ સટ્ટાના દુષણ બાબતે સરકારે મૌન ધારણ કર્યું છે. લાખો ક્રિકેટ રસીકો જેને ભગવાનની માફક ચાહે છે તેવા સ્ટાર ક્રિકેટરો જ જુગારની એપ્લીકેશનોનું પ્રમોશન કરે છે. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ અવાર નવાર નારાજગી વ્યકત કરી હોવા છતાં સરકારનું મૌન ઘણું કહી જાય છે.
ક્રિકેટ સટ્ટાના સેટિંગના કેટલાક કિસ્સા પણ બહાર આવ્યા છે. અમદાવાદના પાલડીમાં એક જુગારી લેપટોપ અને એકાઉન્ટિંગ રેકોર્ડ સાથે પકડાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેકોર્ડમાં પાંચ બુકીઓના નામ ખુલ્યા હતા. આ માહિતીનો ઉપયોગ કરીને, પાંચ બુકીઓમાંથી દરેક પાસેથી ₹10 લાખ વસૂલીને ₹50 લાખની ખંડણી લેવામાં આવી હતી.
એવા અહેવાલો પણ છે કે એક જુગારીએ આ માહિતી લીક કરી હતી અને શેરના બદલામાં, પોલીસે ખંડણી વસૂલ કરી હતી. કેટલાક જુગારીઓને 20% કમિશન આપવામાં આવ્યું હોવાનો આરોપ છે, અને આ ખંડણી રેકેટ પોલીસ દળમાં કાર્યરત સિન્ડિકેટની સંડોવણીનો સંકેત આપે છે.
વધુમાં, ઈંઙક દરમિયાન મળેલી બાતમીના આધારે, રાજકોટના એક બુકીને જૂનાગઢ નજીકના એક અલગ વિસ્તારમાં સટ્ટાબાજી કરતી વખતે પકડવામાં આવ્યો હતો. તેના મોબાઇલ ફોનમાં ₹5 લાખના સટ્ટાબાજીના એકાઉન્ટ્સનો ખુલાસો થયો હતો. તપાસની આડમાં, પોલીસે કથિત રીતે બુકીના પરિવારના સભ્યોના મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા.
સટ્ટાબાજીમાં ફક્ત ₹5 લાખનો જ પર્દાફાશ થયો હોવા છતાં, કુલ ₹13 લાખની રકમ પડાવી લેવાઇ હતી. અહેવાલો અનુસાર, આ ઘટના અંગેની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી છે. હવે ગાંધીનગરથી શું પગલા ભરાય છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.
ભારતીય કાયદા હેઠળ, ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનો કાર્યરત રહે છે, તેમના પ્રમોશન અને સંચાલન ખુલ્લેઆમ વિદેશમાં સ્થિત સર્વર દ્વારા કરવામાં આવે છે. બીજી બાજુ, જુગારના કાયદા અંગે રાજ્યોમાં કોઈ સમાનતા ન હોવાથી આ દુષણ સામે કોઇ ઠોસ પગલા ભરાતા નથી.કેટલાક રાજ્યોએ ઓનલાઈન જુગાર પર સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. સિક્કિમ અને નાગાલેન્ડે તેને નિયંત્રિત કરવા માટે કાયદા રજૂ કર્યા છે, જ્યારે તમિલનાડુ અને તેલંગાણાએ તમામ પ્રકારના ઓનલાઈન જુગાર પર કડક પ્રતિબંધ લાદ્યો છે. ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોએ હજુ સુધી સ્પષ્ટ નીતિ ઘડી નથી. તેથી બુકીઓ માટે આવા રાજયોમાં સટ્ટાબાજી કરવી સરળ બની રહી છે.