દ્વારકાના મંદિરમાં મોબાઇલ ફોન ઉપર પ્રતિબંધ હોવા છતાં મંદિર અંદરની અવાર નવાર રીલો વાયરલ
યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતું હોય મંદિર અંદર કેમેરા મોબાઇલ ચાવી રીમોટ જેવી અનેક ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. મંદિર અંદર શૂટિંગ અથવા વિડીયોગ્રાફી કરવું હોય તો આરકોલોજીની ઉપલા વડાની કચેરી પરમિશન લેવાની થતી હોય છે. ત્યારે જગત મંદિર અંદર લોકો અવાર નવાર મોબાઈલો લઈ જતા હોય છે. અને મંદિર અંદરની વિડીયો શુટ રીલો બનતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે જગત મંદિરને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
દ્વારકાનું જગત મંદિર વિશ્વ વિખ્યાત છે. પાડોશી દેશ, દુશ્મનોના પણ નિશાનમાં હોવાથી દ્વારકાધીશ જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા સિક્યુરિટી ધરાવે છે. પરંતુ સુરક્ષા સિક્યુરેટીમાં ગંભીર ચૂકો અવાર નવાર જોવા મળે છે. મંદિરમાં ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓ જેવા કે કેમેરા મોબાઈલ રીમોટ ચાવીઓ જેવી અનેક ઇલેક્ટ્રિક વસ્તુઓ, લઈ જવા પર પ્રતિબંધ લગાવેલો છે.આમ છતાં મંદિરમાં મોબાઈલ લઈને લોકો અવાર નવાર ધુસી જાય છે. મંદિરમાં સિન સપાટા મારી મંદિર અંદર જાહેરમાં રિલો બનાવતા હોય છે.
તાજેતરમાં જ એક જાણીતા કલાકાર ની ધ્વજાજી પ્રસંગે મંદિરમાં રિલ બની હોય એ વાયરલ થતા સુરક્ષાના છીંડા બાબતે ભારે ઉહાપાહે મચી ગયો છે. જગત મંદિરની કડક સુરક્ષા વચ્ચે મોબાઈલો લઈ લોકો અનેક વખત કઈ રીતે ધુસી જાય છે. તે પણ એક ગંભીર પ્રશ્ન છે. આ અંગે રેન્જ આઈ.જી તેમજ જિલ્લા એસ.પી ગંભીર બની મંદિર અંદર દર્શને જતા લોકોની કડક ચેકિંગ કરવામાં આવે તે માટે જવાબદારો ઉપર કડક પગલાં લે તેવી પણ માંગ ઉઠી છે. જોકે જગત મંદિર અંદર આવા રિલો બનાવેલ વિડીયો વાયરલ થતા રહેશે તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એમ છે. આ વાયરલ રીલ અંગે દ્વારકા આર્કોલોજી વિભાગ તેમજ જગત મંદિર વ્યવસ્થાપક સમિતિ પૂછતા તેઓએ પણ કોઈ પણ જાતની પરમિશન આપેલ ન હોય તેવું જણાવ્યું હતું.
જોકે જગત મંદિરની સુરક્ષા પ્રત્યે ભવિષ્યમાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવો ન બને તે બાબતે પૂરતું ધ્યાન રાખવું જરૂૂરી બન્યું છે.