રાજકોટ જિલ્લામાં કર્મચારીની ફોજ ઉતારવા છતા પણ E-KYCની 58 ટકા કામગીરી બાકી
રાજકોટ જિલ્લામાં છેલ્લા ચારથી પાંચ મહીનાથી ઇ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. છતા પણ 50 ટકા પણ કામગીરી થઇ નથી. સમય મર્યાદા વધારવા છતા પણ હાલ 58 ટકા કામગીરી અધુરી છે. રાજકોટ જિલ્લામાં કામગીરી માટે કર્મચારીઓની ફોજ ઉતારવા છતા સમયમર્યાદામા કામગીરી પુરી નહી થઇ હોવાની અને લોકોને હેરાનગતી થતી હોવાની રાવ ઉઠવા લાગી છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ - કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે નિયમ અનુસાર જો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી છે.
રાજકોટના 37 લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર 15,71 લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. એટલે કે હાલ રાજકોટ જિલ્લામાં માત્ર 42 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થાય છે. રાજકોટ જિલ્લાના કુલ- 37,85,191 રેશનકાર્ડ ધારકોમાંથી 15,71,849 (41.53%)રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ થયેલ છે. તેમજ હાલ 22,13,342 (58.47 %)રેશનકાર્ડ ધારકોનું e-KYC બાકી છે. રાજકોટ જિલ્લાના કુલ ગઋજઅ -13,36,798 રેશનકાર્ડ ધારકોમાંથી 9,54,403 (71.39 %) ગઋજઅ રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ થયેલ છે. તેમજ હાલ 3,82,395 (28..61%) ગઋજઅ રેશનકાર્ડ ધારકોનું e-KYC બાકી છે.