For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મતિભ્રષ્ટ કારચાલકે ગંભીર દર્દીને લઈ જતી 108ને 38 મિનિટ સુધી સાઈડ ન આપી

04:35 PM Feb 13, 2025 IST | Bhumika
મતિભ્રષ્ટ કારચાલકે ગંભીર દર્દીને લઈ જતી 108ને 38 મિનિટ સુધી સાઈડ ન આપી

Advertisement

હાઈ BPના 70 વર્ષના મહિલાને ઓક્સિજન પર લઈ જવાતા હતા ત્યારે સુરતની ઘટના, GJ 05 JP 2089 ના કારચાલક સામે ફિટકાર

સુરતમાં લોકોને ઝડપથી મેડિકલ સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ દોડી રહી છે. જોકે, અવારનવાર 108 ને રસ્તો ન આપવાના કારણે મોડા પડવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સુરતમાં આવો જ વધુ એક અને ગંભીર ઘટના સામે આવી છે. એક કારચાલક દ્વારા સાડા ત્રણ કિમી સુધી 108 એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો ન હતો. જેના પગલે 15થી 20 મિનિટમાં જે અંતરાય સરળતાથી કપાઈ તે 38 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોને રસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી છે.

Advertisement

હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને એક ગંભીર કન્ડિશનનો કેસ મળેલ હતો, તુરંત જ હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ વિશાલ નગર એકે રોડ વરાછા ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ હતી. 70 વર્ષના મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. એમનું બ્લડપ્રેશર પણ ખૂબ જ વધારે હતું. એમને તકલીફ હતી અને તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન ઉપર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ નીકળી હતી.

એમ્બ્યુલન્સ જ્યારે સહારા દરવાજા પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી, જેનો નંબર છે GJ 05 JP 2089 સહારા દરવાજાથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી એ પ્રાઇવેટ કારવાળા ઇસમે 108 એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોતી. 108 એમ્બ્યુલન્સના પાયલટએ ખૂબ જ હોર્ન મારી તથા ખૂબ જોરથી સાયરન વગાડી સાઈડ આપવા વિનંતી કરેલ હતી. છતાં પણ એ કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોંતી.

સાઈરનના અતિશય અવાજ અને હોર્નના અવાજથી બ્રિજ ઉપરના બાઈકસવાર ઘણા વ્યક્તિઓએ કારચાલકને ઈશારો કરી અને એમની ખૂબ જ નજીક જઈ એક બાઈક વાળાએ એમના દરવાજાના કાચ ઉપર ઠોકીને પણ એમને જણાવ્યું કે, પાછળ એક 108 એમ્બ્યુલન્સ તમારી પાસે સાઈડ માંગી રહી છે. તેમ છતાં પણ એ કારચાલકે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી સાઈડ આપી ન હતી. 108 એમ્બ્યુલન્સમાં પેશન્ટની હાલત ખૂબ જ ગંભીર હોય સાઈડ આપવાની જરૂૂર હોવા છતાં પણ કારચાલકે સાઈડ આપી નહોતી. જેથી કરીને 15થી 20 મિનિટનું અંતર એટલે કે, સિવિલ હોસ્પિટલ પહોંચતા 35થી 38 મિનિટ લાગી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement