For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના 17 કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ. કમિશનર પટેલ

05:41 PM Sep 02, 2024 IST | Bhumika
મનપાના 17 કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ  કમિશનર પટેલ
Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં ઓગસ્ટ-2023માં નિવૃત થયેલ 17 અધિકારી-કર્મચારીઓને નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપીવિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલે ફરજ પરથી નિવૃત થયેલ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકોટની વિકાસ પ્રક્રિયામાં પોતાનું જે યોગદાન આપેલ છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવાની સાથે સુખશાંતિમય સાથેના નિવૃત્તિ જીવન અને તંદુરસ્ત દીર્ઘાયુની શુભકામના પાઠવી હતી.

Advertisement

નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં (1) વેરા વસુલાત શાખાના સિનીયર ક્લાર્ક પદ્માબેન ભટ્ટ, (2) વેરા વસુલાત શાખાના જુનીયર ક્લાર્ક સુરેશ સવાણી, (3) અર્બન મેલેરિયા શાખાના ફીલ્ડ વર્કર વિનોદ રણવા, (4) ગાર્ડન શાખાના લેબર વિનોદ સોલંકી, (5) ફાયર એન્ડ ઇમરજન્સી શાખાન ડ્રાઈવર હેમંતસિંહ ડોડીયા, (6) બાંધકામ શાખાના એડી. આસી. એન્જી. અરજણભાઈ સાદડીયા, (7) વર્કશોપ શાખાના ઓટોફીટર ભાવેશ વસોયા, (8) ભાદર સ્કીમના વર્ક આસી.ઈલે. અશ્વિનકુમાર પરમાર, (9) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર કાળીબેન વાળા, (10) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર મંજુબેન ઝાલા, (11) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર લાભુબેન મીયાવાલા, (12) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર કેશરબેન ચૌહાણ, (13) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર મધુબેન નરશીભાઈ રાઠોડ, (14) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર ગૌરીબેન સોલંકી, (15) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર મધુબેન કેશવભાઈ રાઠોડ, (16) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર સુભાષભાઈ વાઘેલા અને (17) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર નીમુબેન ધાવરી નિવૃત થયેલ છે. નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, સિટી એન્જી. કે.પી.દેથરીયા, મેનેજરો રાજીવ ગામેતી, મનીષ વોરા, ભૂમિ પરમાર, નિલેશ કાનાણી તથા સંબંધિત શાખાધિકારીઓના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement