સફાઇ, રોડ રિસ્ટોરેશન સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતા નાયબ મ્યુનિ. કમિશનરો
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને મોનીટરીંગ કરે છે, જેમાં આજે તા.22-07-2025ના રોજ નાયબ કમિશનરો મનીષ ગુરવાની (IAS), ચેતન નંદાણી અને હર્ષદ પટેલ દ્વારા પોતાના ઝોનના વોર્ડમાં સફાઈ અને રોડ રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ ઈસ્ટ ઝોનમાં વિઝિટ દરમ્યાન વોર્ડ નં.16ની વિઝીટ કરી હતી. આ વિસ્તારમાં સમયસર ટીપરવાન આવે છે કે કેમ તેની ચકાસણી કરી, આ જ વોર્ડમાં આવતા ન્યુસન્સ પોઈન્ટ્સની પણ વિઝીટ કરી હતી.
વોર્ડ ઓફિસની વિઝીટ કરી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.9 અને વોર્ડ નં.10માં વિઝિટ કરી હતી. વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરે ન્યુસન્સ પોઈન્ટ અને મીની ટીપર વાનના શેડ્યુલ અંગે માહિતી મેળવી હતી તેમજ આ બંને વોર્ડમાં રોડ રીપેરીંગની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલએ સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.2, વોર્ડ નં.3 અને વોર્ડ નં.7માં મુલાકાત કરી હતી. જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે સ્લમ ક્વાર્ટર, રોડ રિસ્ટોરેશન, યાજ્ઞિક રોડનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં રોડ રીપેરીંગ અને યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર વોકળાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે સિટી એન્જી., નાયબ પર્યાવરણ ઈજનેર સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.