મનપાના 9 કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ. કમિશનર પટેલ
મ્યુનિસિપલ કમિશનરની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકામાં ફેબ્રુઆરી-2025માં નિવૃત થયેલ 09 અધિકારી-કર્મચારીઓને નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂૂપાંતર જેવા લાભો મળી જાય તેવું કમિશનરશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલે ફરજ પરથી નિવૃત થયેલ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકોટની વિકાસ પ્રક્રિયામાં પોતાનું જે યોગદાન આપેલ છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવાની સાથે સુખશાંતિમય સાથેના નિવૃત્તિ જીવન અને તંદુરસ્ત દીર્ઘાયુની શુભકામના પાઠવી હતી.
ફેબ્રુઆરી-2024માં (1) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પટ્ટાવાળા ચૌહાણ સુરેશભાઈ, (2) માર્કેટ બ્રાંચના સિનીયર ક્લાર્ક લીંબાસીયા પ્રફુલકુમાર, (3) લીગલ શાખાના ટાઈપિસ્ટ કમ ક્લાર્ક જોષી દિપ્તીબેન, (4) બાંધકામ શાખાના એડી. આસી. એન્જી. જોષી સંજયકુમાર (5) જનરલ ક્ધસર્વન્સીના ડ્રાઈવર કુરેશી મનુભાઈ, (6) રેસકોર્ષ સ્નાનાગારના સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર પરમાર પ્રતાપભાઈ, (7) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર ગડીયલ રઘુભાઈ, (8) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર ગોહેલ સીતાબેન અને (9) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર પુરબીયા મંગુબેન વગેરે અધિકારીઓ અને કર્મચારીઓમાં નિવૃત થયેલ છે. નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ તથા સંબંધિત શાખાધિકારીઓના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.